Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ ભીમ રથ યાત્રા સમિતિ દ્વારા ૧૪મી એપ્રિલે ભવ્ય ‘ભીમ રથ યાત્રા’નું આયોજન

ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં વિચારોને વેગ આપવાનાં હેતુસર અમદાવાદ ભીમ રથ યાત્રા સમિતિ દ્વારા ૧૪મી એપ્રિલે ભવ્ય ‘ભીમ રથ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.
રથ યાત્રા સવારે ૮ વાગ્યે જનતાનગર, ટોરેન્ટ પાવર પાસેથી નીકળી રખિયાલ રામીની ચાલી થઈ વોહરાના રોજા ખાતે ૧૧.૧૫ કલાકે પહોંચશે અને ત્યારબાદ અનિલ સ્ટાર્ચ બાપુનગર ખાતે ૧૧.૪૫ પહોંચશે, બપોરે ૧ વાગ્યે રામેશ્વર મંદિર ખાતે પહોંચશે, ૧.૩૦ વાગ્યે રોહિદાસ સોસાયટી કલાપીનગર થઈ ૨.૩૦ વાગ્યે ગિરધરનગર બળિયાલીંબડી, ૪ વાગ્યે આંબેડકર સ્ટૅચ્યુ પ્રેમદરવાજા સારંગપુર ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં સ્ટૅચ્યુ ખાતે પૂર્ણ થશે.
રથયાત્રામાં મુખ્ય આકર્ષણરૂપે લાઈવ ડીજે, ૧૦૦ બુલેટ બાઈક, ૧ રથ ડૉ. બી.આર.આંબેડકર, ૩ હાથી, ૫ ઉંટ લારી (ભજન મંડળી માટે), ૧૦ ટ્રક (વિવિધ પ્રદર્શની માટે), ૧ ડીજે, ૫૦૦૦ ભીમ સૈનિકો અને ૧નાસિક બેન્ડ રહેશે.
સમગ્ર કાર્યક્રનું આયોજન સંદીપ શ્રીમાળી (અમરાઈવાડી), નરેશ ચાવડા (રખિયાલ), વિપુલ રાજપુરા (અસારવા), રોહન આનંદ (બાપુનગર), કરન કલાત્મીક (સરસપુર), પ્રકાશ સામેતરીયા (રાજપુર – ગોમતીપુર) દ્વારા કરવામાં આવ્યું છે.

Related posts

सिविल अस्पताल में मेडिकल स्टाप की कमी

editor

છોટાઉદેપુર જિલ્લામાં ફેણાંય માતા રેવાખંડ જૈવસૃષ્ટિ મંડળ દ્વારા ‘‘વન જીવન સંદેશ યાત્રા’’નું આયોજન

aapnugujarat

गुजरात की ओर तेजी से बढ़ रहा तूफान ‘वायु’, भारी बारिश के आसार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1