Aapnu Gujarat
ગુજરાત

ટોકિયો પેરા ઓલમ્પિક ખાતે વડનગરનું ગૌરવ ભાવિના પટેલની ગોલ્ડ મેડલની આશા સાથે આગેકૂચ

વિનોદ મકવાણા , વડનગર

ટોકિયો ખાતે ચાલી રહેલ પેરા ઓલિમ્પિકમાં મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામની દીકરી ભાવિના પટેલ ટેબલ ટેનિસમાં કલાસ ફોર ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચતાં રચ્યો ઇતિહાસ રચ્યો હતો અને ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય ખેલાડી બની હતી.

આ ભવ્ય સફળતાથી તેના માતા પિતા, પરિવારજનો તેમજ સમગ્ર સુઢિયા ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ટોકિયો પેરા ઓલિમ્પિક ખાતે ભાવિના પટેલે રાઉન્ડ ઓફ 16 ના મેચ નંબર 20 માં બ્રાઝિલની ઓલિવિરાને ત્રીજી ગેમમાં હરાવી હતી. ભાવિના પટેલે આ મેચ ત્રીજી ગેમમાં જ જીતી લીધી હતી. આ જીત સાથે ભાવિના પટેલ દેશ માટે ગોલ્ડ મેડલ થી એક ડગલું નજીક આવી ગઈ છે. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાવિનાનું ફોર્મ શાનદાર જોવા મળ્યું છે. અને તે એક પછી એક તેની મેચ જીતી રહી છે.

આ વિરલ સિધ્ધિ મેળવનાર ભાવિનાના પિતા એક સામાન્ય ખેડૂત છે અને ગામમાં સ્ટેશનરીની નાની દુકાન ચલાવી પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે

દીકરી ભાવિના બાળપણમાં જ પોલિયો થવાથી બંન્ને પગે દિવ્યાંગ થઈ હતી. તેમ છતાં ભાવિનાએ હિમ્મત પૂવૅક સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. તથા કોમ્યુટર ના અભ્યાસ કરવા માટે અમદાવાદ ખાતેની અંધ જન મંડળમાં પ્રવેશ લીધો હતો. જ્યાં તેને ટેબલ ટેનિસ રમતા દિવ્યાંગ ખેલાડીઓ જોઈને તેને પણ ટેબલ ટેનિસ રમવાની ઇચ્છા થઈ હતી.

આમ “અડગ મનના માનવીને હિમાલય પણ નથી પડતો” યુક્તિ મુજબ ભાવિનાએ ધીરે ધીરે જીલ્લા તેમજ રાજ્ય લેવલે ભાગ લઈ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ઝળહળતી સફળતા મેળવી હતી.

તાજેતરમાં ભારતીય ઑલમપિક ટીમમાં સ્થાન મેળવવા સાથે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ માટે ફાઈનલ સુધી પહોંચતાં સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજના પ્રસંગે તેમના માતા-પિતા, પરિવારજનો તથા સુઢિયા ગામના લોકો દ્વારા શુભેચ્છાઓ સાથે ફટાકડા ફોડીને તથા એક બીજાને મીઠાઈ ખવડાવીને ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

Related posts

રાજ્ય સરકાર દ્વારા ૧.૭ લાખ ક્વિન્ટલ મગફળીની ખરીદી

aapnugujarat

સાબરકાંઠા એલસીબીએ ઘરફોડ ઝડપ્યો

aapnugujarat

બીટહીટ ડ્રીંકસ પ્રા લિ કંપનીને કોર્ટે પાંચ લાખનો દંડ ફટકાર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1