Aapnu Gujarat
ગુજરાત

બીટહીટ ડ્રીંકસ પ્રા લિ કંપનીને કોર્ટે પાંચ લાખનો દંડ ફટકાર્યો

સીન્થેટીક સીરપમાં કલરનું હાનિકારક પ્રમાણ માલૂમ પડતાં ફુડ એડલ્ટ્ર્‌ેશન એકટ(ખાદ્ય ભેળસેળ અધિનિયમ) હેઠળના કેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોર્ટ નંબર-૮એ એક સીમાચિહ્નરૂપ આપતાં આરોપી કંપની બીટહીટ ડ્રીંક્સ પ્રા.લિને પાંચ લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત, કંપનીના આરોપી ડિરેકટરો હિરેન રોહિતભાઇ પટેલ, દેવદત્ત રમેશભાઇ વ્યાસ અને કૌશિક મણિલાલને કોર્ટે છ-છ મહિનાની સખત કેદની સજા અને રૂ.૫૦-૫૦ હજારનો દંડ ફટકારતો ચુકાદો જાહેર કર્યો હતો. આરોપી દેવદત્ત રમેશભાઇ વ્યાસ કોર્ટ સમક્ષ હાજર રહ્યો ન હતો, તેથી કોર્ટે તેની વિરૂધ્ધની સજાનું વોરંટ ઇશ્યુ કરી શહેર પોલીસ કમિશનરને તેની બજવણી કરવા હુકમ કર્યો હતો અને આરોપીને જેલહવાલે કરવા તાકીદ કરી હતી. આરોપી દેવદત્ત વ્યાસ વિદેશ ચાલ્યા ગયાની રજૂઆત કોર્ટ સમક્ષ થતાં કોર્ટે ગંભીર નોંધ લઇ આરોપીનો પાસપોર્ટ ઇમ્પાઉન્ડ કરવા પણ હુકમ કર્યો હતો. સીન્થેટીક સીરપના કેસમાં ભેળસેળના કેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડવોકેટ મનોજ ખંધારે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, ગત તા.૧૬-૮-૨૦૦૩ના રોજ વટવા જીઆઇડીસીના ફેઝ નં-૪માં ક્રિશ્ના એસ્ટેટમાં આવેલી બીટહીટ ડ્રીંકસ પ્રા.લિ ખાતેથી સીન્થેટીક સીરપનું સેમ્પલ લેવાયું હતુ. જેમાં કલરનું પ્રમાણ ૧૦૦ પીપીએમ હોવું જોઇએ, તેના બદલે ૫૩૮ પીપીએમ માલૂમ પડયું હતું. આરોપીઓના ભેળસેળના આ કૃત્યથી માનવીના મગજના જ્ઞાનતંતુઓને નુકસાન થવાથી માંડી આરોગ્ય વિષયક અન્ય ખતરા વધી જાય છે. આરોપીઓએ જાણકારી હોવાછતાં ભેળસેળનો ગંભીર ગુનો આચર્યો છે અને તેથી કોર્ટે કાયદા હેઠળ તેઓને સબક સમાન સજા ફટકારવી જોઇએ.  કોર્ટે આરોપીઓને સબક સમાન આકરી સજા ફટકારતાં ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે, આરોપીઓના આ ગુનો સમાજના તમામ વર્ગને સ્પર્શતો ગુનો છે. સુપ્રીમકોર્ટે પણ આવા ગંભીર ગુનાઓ બદલ ગુનેગારો સામે કડક હાથે કામ લેવાના નિર્દેશો જારી કરેલા છે. સાથે સાથે બંધારણમાં પણ દેશમાં વસતા પ્રજાજનોને જીવન જીવવાનો અધિકાર આપ્યો છે, તેનો આરોપીઓના ગુનાહિત કૃત્યથી ખુલ્લેઆમ ભંગ થાય છે. આ સંજોગોમાં તેમને કાયદા હેઠળ સબક સમાન છ-છ મહિનાની સજા ફટકારવી ન્યાયોચિત લેખાશે.

Related posts

ગુજરાત શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પડતર પ્રશ્નોને લઈ ૧૦મીએ જિલ્લા કલેક્ટરોને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ

aapnugujarat

બિનવારસી ગૌવંશના પશુઓને યોગ્ય રહેઠાણ અને માવજતની વ્યવસ્થા મળશે : રાઘવજી પટેલ

aapnugujarat

બોપલમાં ફૂટ્યો ‘કોરોના બોમ્બ’

editor

Leave a Comment

UA-96247877-1