Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પડતર પ્રશ્નોને લઈ ૧૦મીએ જિલ્લા કલેક્ટરોને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ

રાજયની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો અને કર્મચારીઓના સાતમા પગાર પંચ સહિતના મુદ્દાઓને લઇ ગુજરાત રાજય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે હવે તા.૧૦મી જૂલાઇએ રાજયના તમામ જિલ્લા કલેકટરોને આવેદનપત્ર આપવામાં આવશે અને સાંજે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે મૌન ધરણાં યોજવામાં આવશે. આ અંગે ગુજરાત રાજય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રવકતા પંકજ પટેલે જણાવ્યું હતું કે, ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો, આચાર્યો, વહીવટી કર્મચારીઓની માંગણીઓ જેવી કે, સાતમા પગારપંચનો અમલ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, આચાર્યની ભરતી, કલાર્ક અને પટાવાળાનું મહેકમ, ફિક્સ પગાર વધારાનો અમલ, ચિત્ર, વ્યાયામ, ઉદ્યોગ અને ગ્રંથપાલના પ્રશ્નો અને અન્ય પડતર માંગણીઓને લઇ ચાલી રહેલા આંદોલનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. સમિતિ દ્વારા સરકારને તેમના પ્રશ્નોના સુખદ અને ઝડપી ઉકેલ માટે અનુરોધ કરવામાં આવે છે, અન્યથા અમારી લડત ચાલુ રહેશે. તા.૧૦ મી જૂલાઇના રોજ સમગ્ર રાજયમાં જિલ્લા કલેકટરોને બપોરે ૩-૦૦ વાગ્યે આવેદનપત્ર આપવામાં આવશે, જયારે સાંજે ૫-૦૦થી ૬-૦૦ દરમ્યાન દરેક જિલ્લા મથકે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે હજારોની સંખ્યામાં સંચાલકો, આચાર્યો, શિક્ષકો અને વહીવટી કર્મચારીઓ દ્વારા મૌન ધરણાં યોજવામાં આવશે અને પોતાનો વિરોધ વ્યકત કરવામાં આવશે. સંકલન સમિતિના આ આંદોલનને ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજય કોલેજ અધ્યાપક મંડળ, ગુજરાત રાજય કોલેજ પ્રિન્સીપાલ મહામંડળ, અખિલ ગુજરાત અધ્યાપક મંડળ, ગુજરાત રાજય કોલેજ વહીવટી કર્મચારી મહામંડળ, ગુજરાત પેન્શનર મહામંડળનો પણ ટેકો પ્રાપ્ત થયો છે. ગુજરાત રાજય ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષક સંઘ પણ સંકલન સમિતિની લડતમાં જોડાયું છે અને તેમના શિક્ષકોે પણ આ આંદોલનમાં તમામ જિલ્લામથકોએ હાજરી આપશે.

Related posts

લઠ્ઠાકાંડ કેસ : ૧૦ આરોપીને આખરે દોષિત ઠેરવી દેવાયા

aapnugujarat

ગુજરાતમાં મોનસૂનની એન્ટ્રી

aapnugujarat

વિરમગામ બીઆરસી ભવન ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1