Aapnu Gujarat
ગુજરાત

સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં તુટેલા રસ્તાનો ઝોન વાઈઝ રિપોર્ટ આપવા ચર્ચા કરાઇ

અમદાવાદ શહેરમાં ગત સોમવારના રોજ પડેલા ૩.૫ ઈંચ વરસાદને પગલે અનેક રસ્તાઓ ધોવાઈ જવા પામ્યા હોવાના મુદ્દે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મામલે ઉગ્ર ચર્ચા થવા પામી હતી.બેઠકમાં હાજર રોડપ્રોજેકટના અધિકારીઓને એવા પણ આદેશ કરવામાં આવ્યા કે,શહેરના તુટેલા રસ્તાઓનો ઝોન વાઈસ રિપોર્ટ આગામી બેઠકમાં રજુ કરો અને જે રોડ ગેરંટી પીરીયડમાં તુટયા હોય એ રોડને જે તે કોન્ટ્રાકટર પાસે જ ફરીથી રીસરફેસ કરાવવામાં આવે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલા મોસમના ૬.૫ ઈંચ વરસાદ અને તેમાં પણ સોમવારના રોજ બપોરના સુમારે પડેલા બે કલાકમાં ૩.૫ ઈંચ વરસાદને પગલે શહેરના અનેક રસ્તાઓનું ધોવાણ થવા પામ્યુ છે.દરમિયાન આજરોજ મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના ૩.૫ ઈંચ જેટલા સામાન્ય કહી શકાય એવા વરસાદની અંદર પણ ધોવાયેલા રસ્તાઓને લઈને ખુદ શાસકપક્ષના કોર્પોરેટરોએ જ વહીવટીતંત્રના અધિકારીઓ ઉપર તુટેલા રસ્તાઓને લઈને રીતસરની પસ્તાળ પાડતા અધિકારીઓ તુટેલા રસ્તાઓને લઈને શું જવાબ આપવો તેને લઈને ભારે મુંઝવણમાં મુકાઈ જવા પામ્યા હતા.બીજી તરફ આ મામલે ચાલેલી ઉગ્ર ચર્ચા બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવિણ પટેલે પણ રોડ પ્રોજેકટના અધિકારીઓને કમિટીની આગામી સપ્તાહે મળનારી બેઠકમાં ઝોનવાઈસ કેટલા મીટરના કયા-કયા રસ્તાઓ તુટયા છે તેની વિગતવાર યાદી સાથે આવવા આદેશ કર્યો હતો આ સાથે જ તેમણે છેલ્લા ત્રણ વર્ષમાં શહેરના કયા-કયા વિસ્તારમાં કયા-કયા નવા રોડ બનાવવામાં આવ્યા તેની વિગતો પણ રજુ કરવા કહ્યુ છે આ સાથે જ જે રસ્તાઓ ગેરંટી પીરીયડમાં બનાવવામાં આવેલા હોય અને તુટી ગયા હોય એવા રસ્તાઓ જે તે કોન્ટ્રાકટર પાસે જ રીસરફેસ કરાવવા અંગેના પણ આદેશ કર્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે વિપક્ષ કોંગ્રેસ દ્વારા રોડના નબળા કામમાં કોન્ટ્રાકટરો દ્વારા બિટયુમીનની ચોરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ સાથે જ કોન્ટ્રાકટરો સામે વિજિલન્સ તપાસ કરાવવાની પણ માગણી કરવામાં આવી છે.

Related posts

मुख्यमंत्री रूपाणी से मिलने पहुंचे अभिनेता विवेक ओबेरॉय

editor

કૃષિ, ખેડૂત કલ્યાણ માટે ૭૨૩૨ કરોડની જોગવાઇ

editor

ભાવનગરમા થયેલ બે હત્યાના બનાવનો ભેદ ઉકેલાયો

editor

Leave a Comment

UA-96247877-1