Aapnu Gujarat
ગુજરાત

કૃષિ, ખેડૂત કલ્યાણ માટે ૭૨૩૨ કરોડની જોગવાઇ

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન પટેલે વિધાનસભામાં નવમી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યુ હતું. ગુજરાતનું ૨ લાખ ૨૭ હજાર ૦૨૯ કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યુ છે. ગુજરાતના બજેટમાં કૃષિ પર ભાર મુકવામાં આવ્યો હતો. કૃષિ ખેડૂત કલ્યાણ માટે ૭ હજાર ૨૩૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
વાવણીથી કાપણી સુધીના તબક્કા હોય કે પછી ખેત પેદાશો બજાર સુધી પહોચાડવાની વાતમાં ગુજરાત સરકાર ખેડૂતોના પડખે ઉભી રહી છે. રાજ્યના ખેડૂતોને વધુ સક્ષમ, સંસાધન સભર અને સફળ બનાવવા માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે.
• રાજ્યના ૪ લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) વિના મૂલ્ય આપવાની યોજના માટે રૂ. ૮૭ કરોડની જોગવાઈ
• ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂ. ૧૦ લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ. ૮૨ કરોડની જોગવાઈ
• બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂ. ૫૫ કરોડની જોગવાઈ
• એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીંકેજીસની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂ. ૫૦ કરોડની જોગવાઇ.
• ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પ્રથમ વર્ષે રૂ. ૧૦ હજાર તથા બીજા વર્ષે રૂ. ૬ હજાર નાણાકીય સહાયની યોજના માટે રૂ. ૩૨ કરોડની જોગવાઈ.
• ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજ્યના ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ
• ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી ૧૮૦૦ ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે રૂ. ૧૨ કરોડની જોગવાઈ.
• રોગ-જીવાતના સમયસર સરવે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના ૧૦ જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે રૂ. ૨ કરોડની જોગવાઇ.
કૃષિ બજાર વ્યવસ્થા
• ખરીદ વેચાણ અને સંગ્રહ વ્યવસ્થા યોજના હેઠળ ૭૮ કરોડની જોગવાઇ.
• તાલુકા અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘોના વિવિધ પ્રોજેક્ટ માટે ૫૦ ટકા કેપિટલ સહાયની યોજના હેઠળ ૬ કરોડની જોગવાઇ.
કૃષિ સંશોધન અને શિક્ષણ-રાજ્ય કૃષિ યૂનિવર્સિટીઓ
• રાજ્ય કૃષિ યૂનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા માટે ૬૯૮ કરોડની જોગવાઇ.
કામધેનુ યુનિવર્સિટી
• કામધેનુ યુનિવર્સિટી હસ્તક સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા માટે ૧૩૭ કરોડની જોગવાઇ.

Related posts

अहमदाबाद शहर और जिले में १ लाख नये मतदाता शामिल होगे

aapnugujarat

વિજાપુરમાં જાયન્ટસ દ્વારા મામલતદારને આવેદનપત્ર સોંપાયુ

editor

દિવ્ય ગુજરાત બનાવવા માટે જનતા ભાજપને જીતાડશે : ડો જગદીશ ભાવસાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1