Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમા થયેલ બે હત્યાના બનાવનો ભેદ ઉકેલાયો

સુરેશ ત્રિવેદી , ભાવનગર

ભાવનગર શહેરમાં ગઈકાલે થયેલ બે હત્યાના બનાવનો ભેદ ઉકેલતી પોલીસ આરોપી યુવાનને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો ગઈકાલે સીદસર નજીક વરતેજ રોડ પર તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરેલી હાલત એ બાળકનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસને મળેલી ગુપ્ત માહિતીના પગલે શહેરના વાઘાવાડી રોડ પર આવેલ એક એપાર્ટમેન્ટના બીજા માળના ફ્લેટમાંથી ગોદડા માં બાંધેલી હાલત તે હત્યા કરાયેલ મહિલાનો મૃતદેહ કબ્જે કરી હાથ ધરેલી પ્રાથમિક તપાસ દરમિયાન ફ્લેટમાં રહેતા શખ્સ દ્વારા જ બંને હત્યાઓ કરી હોવાનું ખુલતાં પોલીસે શખ્સને રાઉન્ડઅપ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે મૃત મહિલાને બુધવારે રાત્રીના આ શખ્સે શારીરિક સંબંધ બાંધવા માટે પોતાના ફ્લેટમાં બોલાવી હતી તે દરમિયાન ઘટનાને અંજામ અપાયા હોવાની કબુલાત આપી છે વાઘાવાડી રોડ પર આવેલ જનકલ્યાણ હાઉસિંગ સોસાયટી ના ફ્લેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ગોદડા માં બાંધેલી હાલતે મહિલાનો મૃતદેહ મળી આવતા મૃતદેહોનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી તપાસ કરતા મૃતક મહિલા મૂળ સિહોરની અને હાલ ભાંગલી ગેટ ભાવનગર વિસ્તારમાં રહેતી અંકિતા પ્રકાશભાઈ જોશી ઉંમર 28 હોવાનું ખુલતાં પોલીસે નેત્રના સહારે આદરેલી તપાસમાં વરતેજ રોડ પરથી હત્યા કરાયેલી હાલતે મળી આવેલ બાળક અને અંકિતાબેન માતા પુત્ર હોવાનું તેમજ બંનેની હત્યા એક જ પ્રકારે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી હોવાનું અને માતા અને બાળક બંનેની હત્યામાં એક જ વ્યક્તિ સંડોવાયેલો હોવાનું ખુલતા પોલીસે ગણતરીના સમયમાં જ અંકિતાબેન પ્રકાશભાઈ જોશી અને વરતેજ રોડ પરથી મળી આવેલ બાળકની હત્યાના મામલે જનકલ્યાણ સોસાયટીમાં રહેતા હેમલ મહેન્દ્રભાઈ શાહ રાઉન્ડઅપ કરી આકરી અને આગવી ઝડપથી પૂછતાછ કરતાં હેમલ શાહ બેવડી હત્યા કર્યાની કબૂલાત આપી હતી અને તપાસ દરમિયાન હેમલ શાહ પોલીસને એવું પણ જણાવ્યું હતું કે બુધવારે રાત્રીના તેને ભાંગલી ગેટ વિસ્તારમાં રહેતી અંકિતાબેન સાથે શારીરિક સંબંધ બાંધવા માટે પોતાના ફ્લેટમાં બોલાવતા અંકિતા પોતાના પુત્ર શિવમને ને સાથે લઈ બુધવારે રાત્રે હેમંત શાહ ના ફ્લેટ પર આવી હતી શહેરમાં એક સાથે થયેલી ભેદી હત્યાના ઘટનાને લઇ ભારે ચકચાર મચી હતી ઉપયોગમાં લીધેલી કાર પોલીસે કબજે કરી હેમલ શાહ ને કોરોનાના પરીક્ષણ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવા સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે ગણતરીની કલાકોમાં પોલીસે શખ્સને પકડી લીધો હતો

Related posts

પેન્શનરો માટે હયાતીની ખરાઈની મુદ્દત વધુ એક માસ લંબાવાઈ

editor

વડતાલ ધામની સત્‍સંગ સભામાં મુખ્‍યમંત્રીશ્રી પવિત્ર યાત્રાધામોની યાદીમાં વડતાલનો સમાવેશ કરાશે : મુખ્‍યમંત્રીશ્રી

aapnugujarat

गुजरात : अमित शाह आज भी प्रचार में व्यस्त ही रहेंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1