Aapnu Gujarat
ગુજરાત

ઘરેથી ભાગી ગયેલી સગીરાને પરિવાર સુધી પહોંચાડતી 181 અભયમ ટીમ

મહેન્દ્ર ટાંક, ગીર-સોમનાથ

વેરાવળ તાલુકાના સિવિલ હોસ્પિટલ પાસેથી એક જાગૃત નાગરિક દ્વારા 181 ફોન આવેલ કે એક 15 વર્ષની દીકરી સવારની એકલી બેસી છે. અને આ વિસ્તારમાં પહેલી વખત જોવા માં આવેલ છે. જે જોઈ જાણી 181ની મદદ માંગી છે. ફરજ પર હાજર રહેલ કાઉન્સેલર ધોળીયા મનીષા, કોન્સ્ટે. સોની બેન તેમજ ડ્રાઈવર અલ્પેશભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા. અભયમ ટીમે સગીરાને આશ્વાસન આપ્યું. ત્યારબાદ તેમનું કાઉન્સેલિંગ કરતા જણાવેલ કે મારા ઘરે મારા માતા, મોટા ભાઈ છે પિતા નથી. મારો મોટો ભાઈ ઘરકામની બાબત માં મારકૂટ કરે અને ઢોર માર મારે છે. તે વાત મારા માતા ને જણાવું તો કહે મોટો ભાઈ છે એનું કહેવું ના કરે તો મારે પણ. તે જોઈ મારે ઘરે રહેવું નથી તેવું નક્કી કરેલું. અને આવેશમાં આવી વહેલી સવારનાં ઘરે કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ. ક્યાં જવું કાય નક્કી ના હતું. હવે તમે લોકો આવ્યા છે તો મને મારા ઘરે છે મને ઘરે મુકી જાવ. અને મારા ભાઈને સમજાવી દેજો મને ના મારે. તેથી તેની પાસે થી ઘરનું સરનામું લીધું જે બાજુના ગામનું હતું. ત્યાર બાદ તેમના ઘરે ગયા. તેમના માતા તેમની દીકરીને જોઈ ગુસ્સામાં બે શબ્દો બોલ્યા. અને બાદમાં 181 નો આભાર માન્યો કે અમે સવારના શોધતા હતા મારા કુટુંબીજનોને ફોન કરી જણાવ્યું હતું પણ ક્યાંય ના હતા. સવારના અમારે ગળે કોળિયો ગયો નથી. ખરાબ વિચાર આવતાં હતાં. તેથી સમજાવે દીકરી – દીકરા બન્ને સમાન રાખવાના હોય દીકરી હજી નાની છે તેને ઘરકામ ના આવડે તો શીખવવાનું હોય નહીં કે મારકૂટ કરવાની. તેના ભાઈને સમજાવ્યા. અને બંને એ જણાવ્યું કે હવે પછી અમારી દીકરી થી જે કામ થશે તે જ કરાવશું. તેથી એક દિકરીને રાતના સમયમાં હેમખેમ તેના પરિવાર પાસે અભયમ ટીમે પહોંચાડી. જેનો પરિવારે આભાર માન્યો….

Related posts

વિરમગામ નળકાંઠામાં ભારે વરસાદથી જેતાપુર અને રેથલ ગામનાં રસ્તા પરનું ગળનાળુ તૂટતાં બંન્ને ગામ સંપર્કવિહોણા

aapnugujarat

Junagadh : પતિ શારિરિક સંબંધ ન બાંધતા પત્નીએ પોલીસ સ્ટેશને કરી ફરિયાદ

aapnugujarat

રાજ્યમાં 24 કલાકમાં નવા 1073 કેસ, અને 23નાં મોત, વાંચો વધુ માહિતી

editor

Leave a Comment

UA-96247877-1