Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ બીઆરસી ભવન ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી

3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસની બી.આર.સી.ભવન વિરમગામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિરમગામ શહેર અને તાલુકાના ગામડાના 50 જેટલા દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ વિકલાંગ દિવસે ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં દિવ્યાંગ બાળકો ને પ્રોત્સાહન રૂપે લંચબોક્સ નું ઇનામ આપવામાં આવ્યુ હતું. વિશ્વ વિકલાંગ દિવસના કાર્યક્રમને સફળ બનાવવા માટે બી.આર.સી.કો મૌલિકભાઈ બારોટ, કેળવણી નિરીક્ષક માહિપતસિંહ ઝાલા, વિશિષ્ટ શિક્ષક જાદવ પ્રકાશભાઈ, ભરવાડ રમેશભાઈ, ભુરિયા વૈશાલીબેન પટેલ, મકવાણા હરેશભાઇ, પટેલ સંજયભાઈ, મકવાણા નિમેશભાઈ, ઠાકોર મહેશભાઈ એ જહેમત ઉઠાવી હતી.

તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

ડભોઈ વડજ ગામનો યુવાન નર્મદા કેનાલમા ડૂબ્યો

editor

HSRP લગાવવાની મુદત ૩૧જાન્યુઆરી સુધી વધી

aapnugujarat

સિંચાઇનું પાણી નહીં મળતાં રાજ્યમાં ખેડુતોનો વિરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1