Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજસ્થાનને લઇ રાહુલ બાબા ધોળે દહાડે જુએ છે સપના : અમિત શાહ

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચરમ પર છે. બીજેપી અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા પોતાનાં ઉમેદવારોનાં પક્ષમાં અનેક જગ્યાઓ પર તાબડતોડ રેલીઓ કરશે. આ જ ક્રમમાં ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ અમિત શાહે સોમવારનાં રોજ રાજસ્થાનનાં ચિતોડગઢમાં ચૂંટણી સંબંધી રેલીને સંબોધિત કરી. આ દરમ્યાન તેઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, રાહુલ બાબા ધોળે દહાડે સપના જોઇ રહેલ છે.
શાહે વધુમાં એમ જણાવ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસ પાસે ન તો નેતા છે, ન તો નીતિ. રાહુલ ગાંધી રાજસ્થાનની જનતાને પોતાનાં સેનાપતિનું નામ કેમ નથી દર્શાવી રહેલ. તેઓએ કહ્યું કે વધુ એક સર્જીકલ સ્ટ્રાઇકમાં કોંગ્રેસનાં લોકોને રાજનીતિ દેખાતી જોવાં મળી રહી છે અને ત્યાં બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી દેશમાં ઘૂસીને ઘૂસણખોરોનાં સમર્થનમાં ઉભી થઇ ગઇ છે.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી પોતાની વોટ બેંકનાં સ્વાર્થને લઇને દેશની સુરક્ષા સાથે છેડછાડ કરી રહેલ છે. નહેરૂ-ગાંધી પરિવારની પ્રાઇવેટ લિમિટેડ ફર્મ બનેલ કોંગ્રેસ પાર્ટી રાજસ્થાન અને દેશનો વિકાસ ના કરી શકે. દેશને સુરક્ષિત કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે કર્યુ છે.
શાહે કહ્યું કે, રાહુલ ગાંધીને ૨૦૧૪ બાદનો ચૂંટણી ઇતિહાસ ખ્યાલ જ નથી. આજે કોંગ્રેસની સ્થિતિ એવી થઇ ગઇ છે કે તેને દૂરબીન લઇને શોધવું પડે છે. તેઓએ વધુમાં એમ જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવેલ વિકાસનાં કાર્યોને આધાર પર એક બાદ એક રાજ્યમાં ભાજપની સરકાર બની છે.

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ વણસી : ત્રાસવાદી હુમલાનો ભય

aapnugujarat

હરિયાણામાં ૧૦ વર્ષની છોકરી સાથે ગેંગ રેપ

editor

જીએસટીમાં રાજ્યોને નુકશાનનો કોઈ નિવેડો લાવી શકાયો નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1