Aapnu Gujarat
રાષ્ટ્રીય

જીએસટીમાં રાજ્યોને નુકશાનનો કોઈ નિવેડો લાવી શકાયો નથી

ગુડ્‌સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (જીએસટી)ના પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ સમયે દેશમાં ક્રાંતિકારી, સમગ્ર દેશમાં એક જ ટેક્સનો દર એવા નારા સાથે શરૂ થયેલા આ ટેક્સ રિફોર્મથી ખરેખર ફાયદો થયો છે કે નુકસાન તે અંગે વિચારવું જોઈએ.
સરકારની ટેક્સની આવક કોરોના પછી અર્થતંત્ર મંદીમાંથી બહાર આવ્યું પછી સતત વધી રહી છે. પણ આવક જેટલો અંદાજ હતો એટલી ઝડપે અને એટલી વધી નથી. જીએસટીના અમલ અને તેના અંગે ચર્ચા શરૂ થઇ એ વચ્ચે ૧૨ વર્ષ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સંવાદ ચાલ્યો હતો. સંવાદનો સૌથી મોટો વિખવાદ હતો કે કર વસૂલાતની પ્રક્રિયા જ બદલી જવાની હતી. નવી કરની પ્રણાલી ઉત્પાદનના બદલે ગ્રાહક જે સ્થળે વસ્તુ ખરીદે કે સેવાનો ઉપયોગ કરે તેના ઉપર ટેક્સ વસૂલવામાં આવશે. આથી ઉત્પાદક રાજ્યોના બદલે જ્યાં ચીજનો ઉપયોગ થાય છે એવા ગ્રાહક રાજ્યમાં ટેક્સની આવક વધશે, ઉત્પાદક રાજ્યોને નુકસાન થશે એવી દહેશત હતી. આ દહેશત ખોટી નથી પડી. પણ, વિખવાદ દૂર કરવા માટે કેન્દ્ર સરકારે જે રાજ્યોને જેટલું વળતર જાય એ ભરપાઈ કરી દેવા માટેની જીએસટીના અમલથી પાંચ વર્ષ માટે બાંયધરી આપી હતી.
આ બાંયધરીની મુદ્દત તા.૩૦ જૂન ૨૦૨૨ના રોજ પુરા થઇ રહેલા પાંચ વર્ષે પૂર્ણ થઇ જાય છે. વળતર આપવા માટે કેન્દ્ર સરકારે કેટલીક લકઝરી ચીજો ઉપર વળતર સેસ (કોમ્પેનસેશન સેસ) લાદયો હતો. ગત સપ્તાહે આ સેસ વસૂલાત માર્ચ ૨૦૨૬ સુધી ચાલુ રાખવા માટે જાહેરનામું બહાર પડ્યું છે પણ વળતર મળશે કે નહી એ અંગે કેન્દ્ર સરકાર મૌન છે. તા.૨૮-૨૯ના રોજ જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ મામલે ચર્ચા થઇ હતી પણ કોઈ અંતિમ નિર્યણ લેવામાં આવ્યો નથી એમ કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું.
આ સંજોગોમાં રાજ્યોને જે નુકસાન થાય છે તેનું વળતર કોણ ચૂકવશે એવો સવાલ થઇ રહ્યો છે. બીજું, સરકાર સેસ વસુલવાનું ચાલુ રાખશે અને રાજ્યોને વળતર નહી ચૂકવે તો જે રકમની કેન્દ્રને આવક થઇ તેનું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં વિભાજન થશે કે પછી તે આવક કેન્દ્ર સરકાર પોતાની પાસે રાખશે તે અંગે પણ કોઈ સ્પષ્ટ માહિતી અત્યારે આપણી પાસે નથી. ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા અને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના પતનની શોરબકોરમાં અત્યારે આ મામલો દબાયેલો છે. આ અંગે સમય આવ્યે જ પ્રજાને જાણ મળશે.

Related posts

રાષ્ટ્રપતિ ચૂંટણી : મીરા કુમારને ઉમેદવાર બનાવવા વિપક્ષ તૈયાર

aapnugujarat

१५ जिलों में खरीफ सिंचाई के लिए नर्मदा का पानी दिया जाएगा

aapnugujarat

दुश्मन के घर में घुसकर भी मार सकते : राजनाथ सिंह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1