Aapnu Gujarat
ગુજરાત

સિંચાઇનું પાણી નહીં મળતાં રાજ્યમાં ખેડુતોનો વિરોધ

ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ હાલમાં સૌથી વધુ કથળેલી છે. ખરીફ પાકના ભાવ મળતા નથી અને રવી પાક માટે સિંચાઈનું પાણી ન મળતાં હવે ખેડૂતો જાય તો ક્યા જાય. સરકારમાં આ બાબતે કોઇ સાંભળતું નથી. રવી સિઝનની વાવણીનો સમય પૂરો થવા આવ્યો હોવા છતાં ખેડૂતોને રવી પાકની વાવણી માટે પાણી મળ્યું નથી. જેને પગલે ખેડૂતોનો ગુસ્સો આસમાને છે. ખેડૂતો રૂપાણી સરકારની ઊંધ હરામ કરી દે તેવી સંભાવના છે. ગુજરાતમાં સિંચાઈના પાણી માટે અલગ અલગ જગ્યાએ ખેડૂતોએ ચિમકીઓ ઉચ્ચારી છે. જેને પગલે રવી પાકમાં સિંચાઇ માટે પાણીનો મામલો રાજકીય રંગ પકડી શકે છે.અમદાવાદના જિલ્લાના ખેડૂતોએ રવી પાક માટે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. ફતેવાડી કેનાલમાં પાણી નહી અપાયો તો સમગ્ર જિલ્લાના ખેડૂતો પ્રચંડ જળયાત્રા કાઢશે. ૩૦૦ ગામોમાં સભા અને આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચાચી છે. ખેડૂતો ફતેવાડી અને ખારીકટ કેનાલને નર્મદા કમાન્ડમાં સમાવવાની માંગ કરી રહ્યા છે. આ માંગ સાથે આજે ખેડૂતોએ મહાસંમેલન આયોજિત કર્યુ. જેમાં સાણંદ, બાવળા, ધોળકા, દસ્ક્રોઈ તાલુકાના ખેડૂતો હાજર રહ્યા. ચાલુ વર્ષે અસરગ્રસ્ત તાલુકામાંથી વસુલાતો સાડા સાત ટકા પિયત વેરો પાછો ખેંચવામાં આવે તેવી પણ માંગ છે. આ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં સાણંદ અને બાવળા સહિત ધોળકાના ખેડૂતો હાજર રહ્યા હતા.બનાસકાંઠાના વાવ, ભાભર અને સુઇગામના ૪૦ જેટલા ગામોના ખેડૂતોને સિંચાઇનું પાણી ન મળતા બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ જળ સમાધિ લેવાની જાહેરાત કરી છે. વાવ તાલુકામાં ખેડૂતોને પાણી ન મળવાના કારણે રવિ પાક નિષ્ફળ જવાની ભીતી છે. કોંગ્રેસના પ્રમુખ શુક્રવારે ખેડૂતો સાથે વાવ કેનાલ પર જઈ સમાધિ લેશે અને જેની સમગ્ર જવાબદારી નર્મદા નિગમના અધિકારીઓની રહેશે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, રાજસ્થાનમાં વિધાનસભાનીચૂંટણી હોવાથી ગુજરાતની કેનાલોમાં પાણી બંધ કરી રાજસ્થાનમાં પાણી આપવામં આવે છે જેથી ગુજરાતનો ખેડૂત પાણી વગર વલખા મારે છે.સુરેન્દ્રનગરના લખતરમાં ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા આજે બંધનું એલાન કરવામાં આવ્યુ છે. બંધના પગલે લખતરની બજાર સંપૂર્ણ પણે બંધ જોવા મળી. ગઈકાલે લખતર તાલુકાના તલવણી સહીત આસપાસના ગામોના ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. ખેડૂતોએ નર્મદા વિભાગ દ્વારા કેનાલ પર નાખેલ પાણીની પાઈપલાઇન તોડી નાખી સિંચાઈ માટેનું પાણી બંધ કરી દેતા બંધનું એલાન આપવામાં આવ્યુ છે. ત્યારે ખેડૂતોનું કહેવુ છે કે, પાણી આપવામાં નહી આવે તો જીરા, એરંડા, વળિયાળી સહિતના રવિ પાકો નિષ્ફ્ળ જશે.બનાસકાંઠામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળવાના કારણે ખેડૂતોએ સુઈગામના એસડીએમને આવેદન પત્ર પાઠવ્યુ છે. સુઇગામના રડોસણ માધપુરા સહિત ચાર ગામના ૨૦૦થી વધુ ખેડૂતો સુઈગામ પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતોએ એસડીએમને સિંચાઈ માટે પાણી આપવાની ઉગ્ર માગ કરી હતી.. ખેડૂતોએ આવેદન પત્ર આપ્યા બાદ સરકારને અલ્ટીમેટમ આપતા જણાવ્યુ હતુ કે, બે દિવસમાં સિંચાઈ માટે પાણી આપવામાં નહીં આવે તો ચાર ગામના ખેડૂતો આમરણ ઉપવાસ કરશે અને સરકારનો ઉગ્ર વિરોધ કરશે..

Related posts

આર્થિક માંધાતાઓએ બજેટ વૃધ્ધિપ્રેરક, લોકપ્રિય તેમજ સંતુલિત ગણાવ્યું

aapnugujarat

તા. ૧/૧/૨૦૧૮ ની લાયકાતના ધોરણે નર્મદા જિલ્લામાં આજથી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો થયેલો પ્રારંભ

aapnugujarat

રૂ.૨૬૦ કરોડનું ફુલેકું : વિનયની ક્લિપમાં સુત્રધાર મુકેશ કટારાનો ઉલ્લેખ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1