Aapnu Gujarat
ગુજરાત

રૂ.૨૬૦ કરોડનું ફુલેકું : વિનયની ક્લિપમાં સુત્રધાર મુકેશ કટારાનો ઉલ્લેખ

રૂ.૨૬૦ કરોડનું ફુલેકું ફેરવનારા વિનય શાહની કથિત ઓડિયો ક્લિપમાં પણ મુકેશ કટારા નામના સૂત્રધારનો ઉલ્લેખ સામે આવ્યો છે. પોલીસે આ મહત્વની કડી હાથ લાગતાં હવે કેસમાં તપાસ વધુ તેજ અને વેગવંતી બનાવી છે. વિનય શાહના સમગ્ર કૌભાંડમાં મુકેશ કટારાની સીધી કે આડકતરી સંડોવણી બહાર આવી છે. એટલું જ નહી, અગાઉ પણ મુકેશ કટારા વિરૂધ્ધ જુદા જુદા ગુના નોંધાયા છે અને ધરપકડ થઇ ચૂકી છે. રાજ્યના અનેક શહેરોમાં લાલચ આપી લોકોને ઠગતી ગેંગમાં મુખ્ય સૂત્રધાર ભલે ગમે તે હોય,પણ એની પાછળ ભેજાબાજ અને સહ આરોપી તરીકે મુકેશ કટારા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં મલ્ટી લેવલ માર્કેટિંગ કંપનીઓમાં રોકાણ કરાવી છેતરપિંડી આચરવાના આરોપસર મુખ્ય માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધીમાં થયેલી કરોડોની છેતરપિંડીમાં મુકેશ કટારાની સીધી કે આડકતરી સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. અગાઉ વર્ષ ૨૦૧૬માં નવરંગપુરામાં રેનમુદ્રા સર્વિસિઝ નામની કંપની ખુલી હતી, જેમાં લોકોને આઇડી ખોલાવીને એપ્લીકેશન ડાઉનલોડ કરી રૂપિયા કમાવાની લાલચ આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ કેસમાં તેની ધરપકડ થઇ હતી. ૨૦૧૮માં વિનય શાહની આર્ચરેકર કંપની દ્વારા આચરાયેલી છેતરપીંડીમાં સંડોવણી સામે આવી છે. જેમાં કટારાએ આરોપી વિનય શાહ પાસેથી રૂપિયા પડાવ્યાનો આરોપ ઓડિયો કલીપમાં સામે આવ્યો છે. આ જ પ્રકારે વર્ષ-૨૦૧૮માં બ્લૂ ડાયમંડ ટ્રેડિંગ કંપનીમાં અશોક જાડેજા સાથે મળી લોકોને છેતરવા લાલચ આપવાની ફરિયાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાઇ છે, જેમાં પણ મુકેશ કટારાનું નામ હવે સામે આવ્યું છે. ડ્રીમ પેસિફિક કંપની દ્વારા આ જ પ્રકારે છેતરપીંડી આચરવાના પ્રકરણમાં નવરંગપુરા પોલીસમથકમાં અરજી થઇ છે અને તેમાં પણ મુકેશ કટારાની કરતૂતો સામે આવતાં હવે આ મામલે ફરિયાદ નોંધાય તેવી શકયતા પોલીસે વ્યકત કરી છે.

Related posts

સાબરમતી જેલમાંથી કુખ્યાત આરોપીઓ પાસે ફોન કબજે

aapnugujarat

અંધશ્રધ્ધા દુર કરવા સુરત જીલ્લાના કડોદરામાં 400 જેટલા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા

aapnugujarat

ગુજરાતમાં તમામ ૨૬ સીટ પર ૨૩ એપ્રિલે મતદાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1