Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં તમામ ૨૬ સીટ પર ૨૩ એપ્રિલે મતદાન

લોકસભાની ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી હતી. આની સાથે જ લોકસભાની ચૂંટણી માટેનો તખ્તો તૈયાર થઇ ગયોછે. અને કાઉન્ટડાઉન પણ શરૂ થઇ ગયું છે. ગુજરાતમાં ૨૬ લોકસભા બેઠકો માટેની ચૂંટણી યોજાનાર છે. ગુજરાતમાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે. ગુજરાતમાં ચૂંટણી માટે જાહેરનામુ ૨૮મી માર્ચના દિવસે જારી કરાશે. ઉમેદવારી પાછી ખેંચવાન છેલ્લ તારીખ ૪થી એપ્રિલ રહેશે. ચકાસણીની સાથે પાંચમી એપ્રિલના દિવસે રહેશે. ઉમેદવારી પરત ખેંચવા માટેની છેલ્લી તારીખ ૮મી એપ્રિલ રહેશે. તમામ ૨૬ સીટ ઉપર મતદાન યોજાશે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાનાર છે ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે આજે લોકસભાની ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. દેશભરમાં કુલ સાત તબક્કામાં ચૂટણી યોજાનાર છે.
આ વખતે આ કામગીરી ઓછા તબક્કા હોવા છતાં નિર્ધારિત ગાળામાં પૂર્ણ કરાશે. ચૂંટણી પંચને એવી દહેશત પણ સતાવી રહી છે કે, ગુજરાતમાં ચૂંટણી દરમિયાન મની પાવરનો ઉપયોગ થઇ શકે છે. આ શક્યતાને ડામવા માટે ચૂંટણી પંચે કેટલાક બગલા લીધા છે. ફ્લાઇંગ ટુકડીઓ પણ ગોઠવવામાં આવશે. ચેકપોસ્ટ ઉપર ચકાસણી પણ હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા થશે. ગુજરાતમાં ૨૬ બેઠકો ઉપર મતગણતરીને લઇને તમામ પગલા લેવાયા છે. ગુજરાતમાં આટલી રકમની હેરફેર વેપારીઓ અને આંગડિયાઓ તથા અન્ય માટે સામાન્ય હોવાથી આ વખતે કેવું વલણ અખત્યાર કરવામાં આવશે તે જોવું રહ્યું. ગુજરાતમાં ચૂંટણીને લઇને રાજકીય ગરમી હવે વધી ગઈ છે.

Related posts

ગુજરાતભરમાં ગરમીનું પ્રમાણ ૩ ડિગ્રી સુધી વધવાનાં સંકેત

aapnugujarat

અમદાવાદ જિલ્લાની ૧૩૭ વોર્ડ અને ૮ સરપંચની પેટાચૂંટણી ૨૦ જાન્યુઆરીએ યોજાશે

aapnugujarat

રાજયસભા ચૂંટણી બિનહરીફ જ થશે : ઘીના ઠામમાં ઘી ઢળ્યુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1