Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રિઝલ્ટ ઇફેક્ટ : ખેડૂતોને ખુશ કરવા વધુ પગલા લેવા પડી શકે

હિન્દી પટ્ટાના ત્રણ રાજ્યોમાં ભાજપની કારમી હાર થયા બાદ કેન્દ્ર સરકાર ઉપર સ્થિતિને પહોંચી વળવા માટે દબાણ વધી રહ્યું છે. એકબાજુ નાણાંકીય સ્થિતિ ખુબ જ જટિલ અને મર્યાદિત બનેલી છે ત્યારે બીજી બાજુ લોકપ્રિય નીતિઓને લઇને મોદી સરકાર સામે પડકાર રહેલા છે. ખેડૂત સમુદાયની નારાજગીને દૂર કરવા માટે મોદી સરકારને બનતા તમામ પ્રયાસ કરવા પડશે. કારણ કે, આ ચૂંટણીમાં ખેડૂતોની નારાજગી અને તેમની સ્થિતિની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. જો કે, હજુ પણ કેન્દ્ર સરકાર લોન માફી જેવા મુદ્દાઓને લઇને દૂવિધાભરી સ્થિતિમાં છે. આવા મુદ્દા પર કઠોર વલણ અપનાવવાની યોજના ધરાવે છે. આવા કોઇપણ પગલાને લઇને લીડરશીપ માને છે કે, આનાથી નુકસાન થઇ શકે છે. બીજી બાજુ ગ્રામિણ વસ્તી ઉપર પ્રભુત્વ મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખેડૂતો તરફ સર્વોચ્ચ ધ્યાન આપવું પડશે. ગ્રામિણ વિસ્તારોમાં પોષાય તેવી સરળ લાઈફ ખેડૂતોની બને તેવા પ્રયાસ કરવા પડશે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં વિજળીકરણના કાર્યક્રમ, જરૂરિયાતવાળા પરિવારોને ગેસ સિલિન્ડરો, ટોયલેટ નિર્માણ કાર્યક્રમો, જનધન સહિતની સ્કીમોમાં સરળરીતે ભાગીદારી જેવા પગલા લેવા પડશે. કેન્દ્ર સરકારે પહેલાથી જ નેશનલ પેન્શન સિસ્ટમને વધારે આકર્ષક બનાવી દીધી છે. કેન્દ્ર સરકારના ૧૮ કર્મચારીઓને પહેલાથી જ રાહત આપવામાં આવી ચુકી છે જેના ભાગરુપે પેન્શન ફંડમાં કેન્દ્ર સરકારનું યોગદાન મૂળભૂત પગારના ૧૪ ટકાની આસપાસ રહેશે જે હાલમાં ૧૦ ટકાની આસપાસ છે. ફેર ચૂંટણી બાદ કેન્દ્ર સરકાર માટે કેટલાક પગલા લેવાની બાબત મુશ્કેલરુપ બની શકે છે. મોદી સરકાર આગામી દિવસોમાં હવે કૃષિ સમુદાય સાથે જોડાયેલા લોકો અને મધ્યમ વર્ગને ખુશ કરવા કેવા પગલા લે છે તેના ઉપર નજર રહેશે. સાડા ચાર વર્ષના ગાળા દરમિયાન મોદી સરકારે કેટલાક પગલા લીધા છે પરંતુ આની અસર લોકોમાં ઓછી અનુભવાઈ છે.

Related posts

RBI गवर्नर का अलर्टः खड़ी हो सकती हैं चुनौतियां, बैंक रहें तैयार

aapnugujarat

ઉદ્ધવ ઠાકરે જૂથને શિવાજી પાર્ક પર દશેરાની રેલી માટે મંજૂરી

aapnugujarat

ભારતીય અર્થવ્યવસ્થા ૪૦ વર્ષમાં પ્રથમ વખત ભારે મંદીમાં : રાહુલ ગાંધી

editor

Leave a Comment

UA-96247877-1