Aapnu Gujarat
ગુજરાત

અંધશ્રધ્ધા દુર કરવા સુરત જીલ્લાના કડોદરામાં 400 જેટલા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા

સમાજમાં ઘણી જગ્યાએ હજુ પણ ઘણા પ્રકારની અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે અને વિદ્યાર્થીઓ આવી અંધશ્રધ્ધાનો શિકાર ના બને અને તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે તેમને આવા અંધશ્રદ્ધા ના પ્રયોગો દ્વારા અંધશ્રદ્ધા પાછળ રહેલ વિજ્ઞાનની સમજ આપવી ખૂબ જ જરૂરી છે ત્યારે આજરોજ સુરત જિલ્લાના કડોદરા ખાતે આવેલ સુરત જિલ્લા સંચાલિત પ્રાથમીક શાળાના આચાર્ય જગદીશભાઈ ના માર્ગદર્શન હેઠળ સુમન સાયન્સ સેન્ટર દ્વારા 400 જેટલા વિધાર્થીઓને વિજ્ઞાન ની સમજ પુરી પાડી હતી અને સમાજ કે અન્ય વડીલો થકી અંધશ્રદ્ધાથી પ્રેરિત થતા બાળકોને અંધશ્રદ્ધા પાછળનું વિજ્ઞાનની સમજ પાડી અંધશ્રદ્ધા માંથી દૂર કરાયા હતા અંધશ્રદ્ધાને દૂર કરવાના ઘણા પ્રયોગો બાળકોને બતાવ્યા હતા જેમાં નજર બાંધવી, કંકુ વાળા પંજાઓ જેવા વગેરે અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરતા પ્રયોગો આકર્ષણરૂપ રહ્યા હતા. માણસના ઇતિહાસમાં તેના જીવન માટે વિજ્ઞાનના ઉદય કરતા વધુ સારી કોઈ ઘટના બની નથી. જયારે વિજ્ઞાનનો ઉદય થયો ત્યારે વિશ્વ અરાજકતા , દુઃખ અને ઉપદ્રવથી ઘેરાયેલું હતું. વિજ્ઞાનને માણસને મુશ્કેલીઓથી મુક્તિ અને અરાજકતાને દૂર કરવામાં અને તેની મુશ્કેલીઓ ઘટાડવામાં અર્થપૂર્ણ ભૂમિકા ભજવી છે. વિજ્ઞાન મનુષ્યનું વફાદાર સેવક છે તેમજ વિજ્ઞાન જીવનના દરેક ક્ષેત્રમાં આપણને મદદ કરે છે.

Related posts

રાજયના પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્માની જામીન અરજી ઉપર સોમવારે ચુકાદો આવી શકે

aapnugujarat

केंद्र तय करेगा कि गुजरात के किस शहर में एम्स खुले : नितिन पटेल

aapnugujarat

वडोदरा में बेटा ने मां को उतारा मौत के घाट

editor

Leave a Comment

UA-96247877-1