Aapnu Gujarat
ગુજરાત

તાપી પાર યોજનાને લઈને કોંગ્રેસ દ્વારા ફરી આજે ગૃહમાં હોબાળો કરવામાં આવ્યો

તાપી પાર યોજનાને લઈને કોંગ્રેસ દ્વારા ફરી આજે ગૃહમાં હોબાળો કરાયો હતો જેમાં આદિવાસી ધારાસભ્યો એ સરકારને પ્રશ્નો અને વિરોધ થકી ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે ગૃહમાં થયેલા હોબાળા મામલે ફરી ખુલાસો કરવાની ફરજ ગુજરાત વિધાનસભામાં મંત્રીઓને પડી હતી. ઋિષિકેશ પટેલે આ વાતને લઈને ખુલાસો કરતા કહ્યું હતું કે, જમીન એક પણ ઈંચ આદિવાસી ભાઈઓની જશે નહીં તેવી વાત રજૂ કરી હતી.

કોંગ્રેસના આદિવાસી નેતાઓનો વિરોધ આજે આ કારણે જોવા મળ્યો હતો પરંતુ ત્રણ નદીઓનું મીઠું પાણી દરમિયાના જતું રોકવા કેન્દ્ર એ સરકારે બજેટમાં આ વાતનો ઉલ્લેખ કર્યાે હતો. આપણા વિસ્તારમાં 14 જિલ્લામાં અન 53 એક પણ જિલ્લામાં આદિવાસી સમાજને જમીન બાબતોનું નુકશાન નહીં થાય તેવી બાહેધરી આપી હતી મંત્રી કુબેર ડીંડોરે કહ્યું હતું.

જો કે, તાપી રીવર લિંક પ્રાેજેક્ટ મામલે આદિવાસી વિસ્તારના સાંસદ અને ધારાસભ્યોની સીઆર પાટીલની આગેવાનીમાં કેન્દ્ર સરકાર સાથે બેઠક મળી હતી. કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ , કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, પાણી પુરવઠા મંત્રી ગજેન્દ્ર શેખાવત સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ગુજરાતના આદિવાસીઓની સ્થિતિ વિશે વાત કરવામાં આવી હતી. આ બેઠકમાં આદિવાસી નેતા મનસુખ વસાવા, ગણપત વસાવા સહીતના આદિવાસી નેતાઓ એ પણ ભાગ લીધો હતો. ખાસ કરીને આદિવાસીઓની વચ્ચેના ઉકળતા ચરૂ સમાન વિરોધ વચ્ચે તાપી પર નર્મદા રિવર લિંક અપ યોજના ગુજરાત માટે સ્થગિત કરવામાં આવી છે.

Related posts

દક્ષિણ ગુજરાત યુનિ.ખાતે સેકટર સ્પેસિફિક રોજગાર ભરતી મેળો યોજાયોઃ ૩૧૦૦ રોજગાર વાંચ્છુઓ ઉપસ્થિત રહ્યા

aapnugujarat

ગુજરાતના નવા મુખ્યપ્રધાને શપથ ગ્રહણ કર્યા

editor

વલસાડબેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીવ્ર સ્પર્ધા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1