Aapnu Gujarat
ગુજરાત

વલસાડબેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીવ્ર સ્પર્ધા

ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠક પર ચૂંટણી ઉપર દેશભરની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ભાજપના સૌથી મોટા ગઢ ગણાતા ગુજરાતમાં આ વખતે પણ ભાજપની સ્થિતિ કોંગ્રેસ કરતા ખુબ સારી દેખાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ અને બળવાની સ્થિતિના લીધે મુશ્કેલી સર્જાયેલી છે. કોંગ્રેસના અનેક સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ચુક્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે પડકારરુપ સ્થિતિ છે. વલસાડ લોકસભા બેઠક ઉપર પણ ભાજપની સ્થિતિ પ્રમાણમાં કોંગ્રેસ કરતા મજબૂત દેખાઈ રહી છે છતાં આ બેઠક ઉપર આ વખતે જોરદાર ટક્કર રહેવાની શક્યતા છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ જોરદાર દેખાવ કરીને વાપસી કર્યા બાદ લોકસભાની ચૂંટણીમાં પરિણામો ઉપર તમામની નજર રહેશે. આ વખતે ભાજપ ૨૬ પૈકી ૨૬ સીટો જીતી શકશે કે નહી તેને લઇને રાજકીય પંડિતોમાં ચર્ચા છે. ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીના પરિણામ ઉપર નજર કરવામાં આવે તો વલસાડ લોકસભા સીટ હેઠળ આવતી વિધાનસભાની સાત સીટોમાંથી ભાજપની ચારમાં અને કોંગ્રેસની ત્રણમાં જીત થઇ હતી. કપરાડા સીટ ઉપર ૨૦૧૨ અને ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ હતી પરંતુ ૨૦૧૪ લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત થઇ હતી. આવી જ રીતે ડાંગમાં વિધાનસભામાં કોંગ્રેસ જીત થઇ હતી જ્યારે લોકસભામાં ભાજપની સીટ થઇ છે. છેલ્લી ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર કેસી પટેલની ૨૦૮૪૧૨ મતે જીત થઇ હતી. કોંગ્રેસના ઉમેદવાર તરીકે કિશનભાઈ પટેલ હતા. ૨૦૧૪માં વલસાડ બેઠક પર ૧૦ ઉમેદવાર મેદાનમાં હતા. નોટામાં ૨૬૬૦૬ મત પડ્ય હતા. વલસાડ બેઠક ઉપર ૭૯.૦૯ ટકા જેટલું ઉંચુ મતદાન થયું હતું. ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો માટે એક જ તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન યોજાનાર છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને આ વખતે કેટલી બેઠકો મળે છે તેના ઉપર તમામનું ધ્યાન રહેશે. અલબત્ત, મોદી-શાહના વતન રાજ્ય હોવાથી સૌથી હોટ ફેવરીટ સ્પર્ધા ગુજરત રાજ્યમાં જ રહી શકે છે. ગુજરાતમાં દેખાવના પુનરાવર્તનની શક્યતાને પણ કેટલાક લોકો નકારી રહ્યા નથી. ગુજરાતમાં હજુ સુધીના સર્વે અને પોલના તારણો ભાજપની સરસાઈ દર્શાવે છે. જો કે, કોંગ્રેસ માટે પણ સારા સમાચાર એ છે કે, તેની પણ કેટલીક બેઠકો પર લીડ રહેશે.

Related posts

અમદાવાદમાં ૧૦ જુને હાર્દિક પટેલના નેતૃત્વમાં ‘સામાજિક ક્રાંતિકારી કાર્યકર્તા’ સંમેલન યોજાશે

aapnugujarat

પૂજ્ય જલારામ બાપાની આજે જન્મ જ્યંતિ

editor

मुंद्रा, अंजार और गांधीधाम में जलभराव जैसे दृश्य दिखे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1