Aapnu Gujarat
રાષ્ટ્રીય

સીઆરપીએફને ટાર્ગેટ કરી બ્લાસ્ટ કરનાર શખ્સ ઝબ્બે

ખીણમાં આતંકવાદના પ્રયાય બની ચુકેલા જૈશના કુખ્યાત ત્રાસવાદી મોહમ્મદ ફૈયાઝ અહેમદ લોનની ધરપકડ કરી લેવામાં આવી છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે શ્રીનગરમાંથી તેની ધરપકડ કરી છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ બનિહાલ સુરંગની નજીક સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા કાર બોંબ વિસ્ફોટમાં આની મુખ્ય ભૂમિકા છે. આ હુમલાને અંજામ આ શખ્સે જ આપ્યો હતો. દિલ્હી પોલીસે આતંકવાદી ફૈયાઝના માથા ઉપર બે લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. આ કુખ્યાત ત્રાસવાદીની સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યો હતો.
લોન ૨૦૧૫થી ધરપકડથી બચવાના પ્રયાસ કરી રહ્યો હતો. શનિવારના દિવસે જમ્મુ તરફ જઇ રહેલા સીઆરપીએફના એક કાફલાને ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાફલો જવાહરસુરંગ પાર કરી રહ્યો હતો ત્યારે બ્લાસ્ટ થયો હતો. બનિહાલ શહેરથી સાત કિલોમીટરના અંતરે આ બનાવ બન્યો હતો. એક કારના બહાને બે ગેસ સિલિન્ડરોમાં એકમાં આગ લગાડી દેવામાં આવી હતી. વાહન ચાલક આગ લાગવાથી પહેલા ફરાર થઇ ગયો હતો. ભારતીય સેના તરફથી બાલાકોટમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા બાદથી પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધ વિરામનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આજે કરાયેલા ગોળીબારમાં એક જવાનનું મોત થયું હતું. અંકુશરેખા સાથે જોડાયેલી ચોકીઓ ઉપર ગોળીબાર કર્યો હતો. રાજૌરી જિલ્લાની અગ્રિમ ચોકીઓને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કરાયો હતો. શનિવાર, રવિવાર અને આજે સોમવારે સતત ત્રણ દિવસે પાકિસ્તાને ત્રાસવાદીઓને ઘુસાડવાનો હેતુસર ગોળીબાર જારી રાખ્યો છે.

Related posts

રાજ્યસભામાં અમિત શાહના ભાષણ વેળા હોબાળો

aapnugujarat

पहचान बगैर कर्मचारी दे सकेंगे खामियों की सुचना : रेलवे ने लॉन्च किया विसलब्लोअर पोर्टल

aapnugujarat

રસીકરણ ઝડપી બનાવો, વિકસિત દેશોમાં મંજૂર થયેલી રસી આપવાનું શરૂ કરો : મનમોહન

editor

Leave a Comment

UA-96247877-1