Aapnu Gujarat
ગુજરાત

અમિત શાહને હરાવવા પાટીદાર સંપ-એકતાનો પરચો આપશે

પાટીદાર અનામત આંદોલ વખતે ૨૦૧૫માં પાટીદારો પર અત્યાચાર ખાસ કરીને પાટીદાર મહિલાઓ અને યુવતીઓ સાથે થયેલી છેડતી અને બિભત્સતતાનો બદલો લેવા વિદેશમાં વસતા પાટીદારો દ્વારા અભિયાન છેડવામાં આવ્યું છે તો સાથે સાથે સમગ્ર ગુજરાતમાં પણ પાટીદારો એકસંપ અને એકતાનો પરિચય આપવા એકજૂટ થઇ રહ્યા છે. જેને લઇ ભાજપની ચિંતા વધી છે. પાટીદાર સમાજને જાહેર અપીલ કરાઇ છે કે, જો કોંગ્રેસનો ઉમેદવાર પસંદ ના હોય તો અમિત શાહને નહી પણ નોટામાં મત આપજો. અમેરિકા સહિત યુકે અને કેનેડામાં વસતા પાટીદાર સહિતના ગુજરાતી સમાજ ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહને હરાવવા માટે એક્ટિવ થઈ ગયા છે. જેમાં અમેરિકાના ન્યુયોર્ક ખાતે શરૂ કરવામાં આવેલા ખાસ કોલ સેન્ટરના માધ્યમથી ગાંધીનગર લોકસભાના પાટીદાર સહિતના મતદારોનો સંપર્ક કરીને ભાજપના અમિત શાહ પાટીદાર વિરોધી હોવાથી તેમને મત ન આપવા અને જો કોંગ્રેસનો ઉમેદવાર પસંદ ન હોય તો નોટામાં મતદાન કરવા માટે ભલામણ કરવામાં આવી રહી છે. કોલ સેન્ટરના માધ્યમથી અમિત શાહને કોઇપણ સંજોગોમાં મત નહી આપવા સમજાવાઇ રહ્યા છે. પાટીદાર અભિયાનના આગેવાનોએ જણાવ્યું હતું કે અમેરિકા સહિત બીજા દેશોમાં વસતા પાટીદારો ભાજપથી નારાજ છે. ખાસ કરીને પાટીદાર આંદોલન દરમિયાન જે વિસ્તારોમાં પોલીસે પાટીદાર પરિવારો પર જુલમ કર્યો હતો. ખાસ કરીને પાટીદાર મહિલાઓ અને યુવતીઓ સાથે છેડતી, ગાળાગાળી-બિભત્સ વર્તન અને અમાનવીય અત્યાચાર ગુજાર્યો હોઇ આ વિસ્તારના ઉમેદવાર તરીકે પાટીદાર વિરોધી અમિત શાહને ટિકિટ આપી છે. ત્યારે ગાંધીનગર લોકસભામાં વસતા પાટીદાર સહિતના ગુજરાતીઓને અમે અમેરિકાવાસીઓ ટેલિફોનથી સંપર્ક કરીને અમિત શાહને મત નહી આપવાનું અનોખુ અભિયાન છેડવામાં આવ્યું છે. આ માટે ન્યુયોર્કમાં અમે ખાસ કોલ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જેના માધ્યમથી ગાંધીનગર લોકસભામાં વિસ્તારમાં વસતા સગા-સંબંધીઓ, મિત્રો અને પાડોશીઓને કોલ કરીને ભાજપના અમિત શાહને કોઇપણ સંજોગોમાં મત નહી આપવાની અપીલ કરવામાં આવશે. આ માટે અમે ૧૫ સભ્યોની એક ટીમ બનાવી છે. જેના માધ્યમથી ટીમ સહિતના અન્ય સભ્યો અઠવાડિયામાં સાત કલાક આ કોલ સેન્ટરમાં આપશે. જેના માધ્યમથી અમે મતદારોનો સંપર્ક કરીશું. પાટીદાર અનામત આંદોલનમાં થયેલા નુકસાનનો બદલો લેવા પ્રયાસ કરાશે અને ભાજપ તેમ જ અમિત શાહને પાટીદારોની એકતાનો જોરદાર પરિચય કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છ ેકે, વર્ષ ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસે સોલા-થલતેજ સહિતના વિસ્તારોમાં પાટીદારોના ઘરમાં ઘુસીને મા-દીકરીઓને ગાળો બોલી તોડફોડ કરી હતી. એટલું જ નહી, પાટીદારોના વાહનોમાં જોરદાર તોડફોડ મચાવી પોલીસે ૧૪થી વધુ પાટીદાર યુવકોને શિકાર બનાવ્યા હતા. જેને લઇ રાજયભરના પાટીદાર સમાજમાં ઉગ્ર આક્રોશ આજેપણ યથાવત્‌ છે. આ પોલીસ અત્યાચાર અને સરકારના અન્યાયનો બદલો લેવા માટેની તક પાટીદારો ના છોડે તે માટે પાટીદારોને સમજાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૨૦૧૫માં અમેરિકા આવેલા પીએમ મોદીએ પાટીદારો પર થયેલા લાઠીચાર્જની તપાસ કરવા અને આંદોલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને વળતર ચૂકવવા માટે હૈયાધારણ આપી હતી. પરંતુ હજુ સુધી કોઈ પગલા લેવાયા નહી હોવાથી ગુજરાતના પાટીદારો સહિત અમેરિકા અને અન્ય દેશોમાં વસતા પાટીદારો પણ નારાજ છે તેથી તેનો બદલો લેવા માટે અમિત શાહને હરાવવા માટે પ્રયાસો શરૂ કરાયા છે.

Related posts

ગીરગઢડાના બોડીદર, સોનપરા અને કોડીનાર શહેરની સોસાયટી કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર

editor

કુકમાના મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા

editor

प्रधानमंत्री नरेन्द्र मोदी-जापान के प्रधानमंत्री का कलाकारों द्वारा सांस्कृतिक नृत्य के साथ भव्य स्वागत होगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1