Aapnu Gujarat
ગુજરાત

તાપી રીવર લિંક પ્રાેજેક્ટમાં સ્વેત પત્ર બહાર પાડવાના કોંગ્રેસના વિધાન સામે આદિવાસી મંત્રીઓએ આ વાત કહી

તાપી પાર લિંકઅપ યોજનાને મોકુફ રાખવાનો નિર્ણય કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છો. ત્યારે વિપક્ષના આદિવાસી નેતાઓનું કહેવું છે કે , આ અાંદોલન તેઓ હાલ નહીં સમેટે જ્યાં લુધી સ્વેત પત્ર જાહેર ના થાય.

મંત્રી નરેશ પટેલે કહ્યું કે, ખૂબ લાંબી ચર્ચા થયા બાદ કેન્દ્ર દ્વારા નક્કી કરાયું છે. રાજ્ય સહમતી ના આપે ત્યાં સુધી કોઈ યોજના સફળ થતી નથી. ગુજરાત રાજ્ય આદિવાસી સમાજના હિતમાં જે નિર્ણય લે છે. કેન્દ્ર તમારી સાથે છે. તમારી વાતને સમજી કેન્દ્રએ એ બજેટની અંદર ઉલ્લેખ કર્યા હતા. તેવું તેમને જણાવ્યું હતું.
તો આદિવાસી નેતા અને ધારાસભ્ય ગણપત વસાવાએ કહ્યું કે, સ્વેત પત્ર બહાર પાડવાની વાત વિપક્ષી નેતાઓ કરી રહ્યા છે ત્યારે આ વાત કરતા હોય તો આદિવાસી સમાજ પર મુશ્કેલી આવી છે ત્યારે બીજેપી સાથે ઉભી રહી છે. કોંગ્રેસે તેમનો ભૂતકાળ યાદ કરવો જોઈએ. નર્મદા ડેમના વિસ્થાપિતોની હાલત તેમને શુ કરી હતી. એમ કહી વિપક્ષ પર પ્રહારો કર્યા હતા.
આદિવાસીઓના ભારે વિરોધ વચ્ચે તાપી રીવર લિંક પ્રાેજેક્ટ મામલે આદિવાસી વિસ્તારના સાંસદ અને ધારાસભ્યોની સીઆર પાટીલની આગેવાનીમાં કેન્દ્ર સરકાર સાથે બેઠક મળી હતી અે આ નિર્ણય સ્થિગિત કરવામાં આવ્યો છે.

Related posts

મહેસાણામા 38122 લોકોએ કોરોના વેકસીન લીધી

editor

બાળગ્ન યોજાતા બાળ લગ્ન પ્રતિબંધક અને સુરક્ષા કચેરીએ પોલીસ ફરિયાદ નોંધાવી

editor

સુરતમાં પૈસાની લેતી-દેતીમાં કિન્નરોએ યુવકને માર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1