Aapnu Gujarat
ગુજરાત

બાળગ્ન યોજાતા બાળ લગ્ન પ્રતિબંધક અને સુરક્ષા કચેરીએ પોલીસ ફરિયાદ નોંધાવી

ઘોડીયાલા ગામે બાળલગ્ન યોજાતા છોટાઉદેપુર જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અને સમાજ સુરક્ષા કચેરી દ્વારા કરાલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી.““
પાવીજેતપુર તાલુકાના ધોડીયાલા ગામમાં માર્ચ માસમાં લગ્ન રાખવામાં આવ્યા હતા. આ લગ્ન અંગેની એક અરજી બાળ લગ્ન પ્રતિબંધક અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીને મળી હતી, જેમાં આ લગ્ન બાળલગ્ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. આથી બાળ લગ્ન પ્રતિબંધક અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના ફરજરત અધિકારી-કર્મચારીગણે સ્થળ પર જઈ છોકરીના માતા અને છોકરાના માતા – પિતાને બાળ લગ્ન ન યોજવા અંગેની નોટીસ પાઠવી હતી. આ ઉપરાંત તેઓને આ રીતે બાળ લગ્ન ન યોજવા ગુનો બનતો હોવાનું સમજાવવામાં આવ્યું હતું. આમ છતાં તેમણે નિર્ધારિત સમયમાં લગ્ન ગોઠવ્યા હતા આથી તે લગ્ન બાળ લગ્ન થયા હતા. આ થવાને લીધે તા.૧૫ જૂન-૨૦૨૦ના રોજ છોટાઉદેપુર જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા કરાલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાયદાની જોગવાઇ અનુસાર ૧૮ વર્ષથી વધુ વય ધરાવતા પુરૂષ બાળલગ્ન કરે તો બે વર્ષ સુધીની મુદ્દતની સખત કેદની સજા અથવા રૂપિયા એક લાખ સુધીના દંડની સજા અથવા બન્ને થઈ શકે છે. જો કોઈ વ્યકતિ બાળલગ્ન કરાવે, સંચાલન કરે, સૂચના આપે અથવા મદદગારી કરે તો તેને બે વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીના દંડની સજા થઈ શકે છે
(અહેવાલ : ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

३२ आरटीओ कचहरी में वाहन ४.० सोफ्टवेयर का अमलीकरण

aapnugujarat

ભાજપના અહંકારીઓની હાર થશે : હાર્દિક પટેલે કરેલો દાવો

aapnugujarat

હવે ખેડા જિલ્લા પંચાયતમાં ભાજપને બે તૃત્યાંશ બહુમતિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1