Aapnu Gujarat
ગુજરાત

હવે ખેડા જિલ્લા પંચાયતમાં ભાજપને બે તૃત્યાંશ બહુમતિ

જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓના પરિણામોમાં ભાજપના થયેલા ભવ્ય વિજય બદલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સતત છઠ્ઠી વખત વિજયી બન્યા બાદ નગરપાલિકાઓ અને હવે, જિલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતોની ચૂંટણીોમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે જ દર્શાવે છે કે, આદિવાસી, ગ્રામીણ તથા શહેરી એમ તમામ વિસ્તારોના લોકોએ ભાજપની સુશાસન અને વિકાસલક્ષી કલ્યાણકારી નીતિઓને જનતાએ મંજુરીની મહોર મારી છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, એક સમયમાં કોંગ્રેસના ગઢ ગણાતા એવા ખેડા જિલ્લા પંચાયતમાં ભાજપનો બે તૃતિયાંશ બહુમતિ સાથે ભવ્ય વિજય થયો છે. ગત ચૂંટણીઓમાં ખેડા જિલ્લા પંચાયતમાં ભાજપની ૧૮ બેઠકો હતી જ્યારે આ વખતે ભાજપના ૨૮ ઉમેદવારોનો વિજય થયો છે. તે જ રીતે બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ગત ચૂંટણીઓમાં ભાજપના ૨૬ ઉમેદવારો વિજય બન્યા હતા જ્યારે આ વખતે ભાજપના ૩૦ ઉમેદવારો વિજયી બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના વધુ ધારાસભ્યો હોવા છતાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં ભાજપની બેઠકોમાં વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૩ની સ્થિતિ મુજબ ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત કોંગ્રેસના ખાતે ગઈ હતી પરંતુ કોંગ્રેસના ગેરવહીવટ, આંતરિક વિખવાદો તેમજ ભ્રષ્ટાચારને લીધે કોંગ્રેસે અધવચ્ચેથી જ આ ંબને જિલ્લા પંચાયતો ગુમાવી હતી જ્યારે ૨૦૧૮ની ચૂંટણીઓમાં બંને જિલ્લા પંચાયતોમાં ભાજપનો દબદબો રહ્યો છે. ટકાવારીની રીતે જોઇએ તો જિલ્લા-તાલુકા પંચાયતોમાં ગત ચૂંટણીઓમાં ભાજપને ૪૫ ટકા મતો મળ્યા હતા જ્યારે આ ચૂંટણીઓમાં ૫૩ ટકા મતો મળ્યા છે. આમ ભાજપની બેઠકોમાં વધારો થયો છે અને તેની સાથે મતોની ટકાવારીમાં પણ વધારો થયો છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, કુલ ૧૭ તાલુકા પંચાયતોના પરિણામોમાં સાત તાલુકા પંચાયતોમાં ભાજપ બહુમતિ જ્યારે ૫માં કોંગ્રેસ, ૨માં ટાઈ અને ૩ તાલુકા પંચાયતો અનિર્ણિત છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, આજરોજ જાહેર થયેલા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોની કુલ ૫૪૬ બેઠકોના પરિણામોમાં ૨૬૭ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લા પંચાયત પેટા ચૂંટણીઓમાં ૫માંથી ૩ બેઠકો ભાજપાને તથા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓમાં પણ ૨૪માંથી ૧૮ બેઠકો પર ભાજપનો વિજય થયો છે. પારડી તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં પણ ભાજપનો વિજય થતાં ભાજપને બહુમતિ મળી ગઈ છે. વિરોધ પક્ષના નેતાના મતવિસ્તાર એવા અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાની કોંગ્રેસની પરંપરાગત સનાડી તાલુકા પંચાયતની બેઠક પર ભાજપનો વિજય થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસના અન્ય અગ્રણીઓના વિસ્તારોમાં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોની બેઠકો પર કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. ગ્રામીણ ગુજરાતની સમજુ પ્રજાએ ફરી એકવાર સાતત્યપૂર્ણ વિકાસને જંગી જનસમર્થન આપ્યું છે. વાઘાણીએ આજે કઠલાલ તાલુકા પંચાયતના ભવ્ય વિજય ઉત્સવમાં ઉપસ્થિત રહી કાર્યકરોને અભિનંદન આપ્યા હતા. ગ્રામીણ મતદારો તથા ભાજપના કાર્યકરોનો આભાર પણ માન્યો હતો.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

અ’વાદ એરપોર્ટ પર FASTag કાર પાર્કિંગની સુવિધા શરૂ કરાશે

aapnugujarat

પ્રોપર્ટી ટેકસ નહી ભરનારાની ૬૮૦૦થી વધુ મિલકતો સીલ

aapnugujarat

સુરત: મોજશોખ પુરા કરવા માટે વાહનોની ચોરી કરનાર ગેન્ગ ઝડપાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1