Aapnu Gujarat
ગુજરાત

અ’વાદ એરપોર્ટ પર FASTag કાર પાર્કિંગની સુવિધા શરૂ કરાશે

અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પરથી પસાર થવું તથા આ દરમિયાન પાર્કિંગની તકલીફો અને કતારોમાં રાહ જોવામાં થોડી સરળતા રહેશે. મુંબઈ એરપોર્ટની જેમ શહેરના એરપોર્ટને પણ ટૂંક સમયમાં FASTag-સક્ષમ કાર પાર્કિંગની સુવિધા મળવા જઈ રહી છે. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે પાર્કિંગ ફાસ્ટટેગની સુવિધા આ મહિને જ રજૂ કરવામાં આવશે. નવી સિસ્ટમ કેવી રીતે કાર્ય કરશે તે સમજાવતા સૂત્રોએ જણાવ્યું કે નવી પાર્કિંગ સિસ્ટમ FASTag enabled ટોલ ગેટ્સની જેમ જ કામ કરશે.
જ્યારે કાર એરપોર્ટ પાર્કિંગ સુવિધામાં પ્રવેશે ત્યારે તેને એક્સેસ-બેરિયરમાંથી પસાર થવું પડશે અને કાર પર લગાવેલા FASTag સ્કેન કરવામાં આવશે.
બાદમાં, જ્યારે મુસાફરો કાર લઈને બહાર નિકળે છે ત્યારે તેમના એન્ટ્રી અને એક્ઝિટ વચ્ચે જે સમય લાગ્યો છે તેના આધારે પાર્કિંગના નિયમો પ્રમાણે લાગુ થતી ફી કારના FASTag એકાઉન્ટમાંથી સીધી ડેબિટ કરવામાં આવશે.

ડિસેમ્બરમાં જ મુંબઈ એરપોર્ટ પર આવી જ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. FASTag-સક્ષમ પાર્કિંગ સિસ્ટમ SVPI એરપોર્ટના મોટા પાર્કિંગ ઓટોમેશન પ્રોજેક્ટનો એક ભાગ છે.

FASTag-સક્ષમ પાર્કિંગ સિસ્ટમ કેશલેસ વ્યવહારોને સક્ષમ કરશે અને પાર્કિંગની જગ્યામાં પ્રવેશવા અને બહાર નીકળવા માટેનો ટર્નઅરાઉન્ડ ટાઈમ અને પાર્કિંગમાં રાહ જોવાનો સમય ઘટાડશે. તે એરપોર્ટ પર પાર્કિંગ ચેકપોઇન્ટ પર વાહનોની લાંબી લાઈનો ઘટાડવામાં પણ મદદ કરશે. ઓછા મેન પાવર તથા પરિવહનમાં સુવિધા મળી રહે તથા ઝડપથી ટ્રાફિકની લાઈનો ઓછી થાય તેના માટે આ સુવિધા ઉભી કરવાનો વિચાર ચાલી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે તાજેતરમાં SVPI એરપોર્ટ ઓપરેટર ખાનગી/કોમર્શિયલ/SUV કારને 30 મિનિટ માટે પાર્ક કરવા માટે ઓછામાં ઓછા રૂ. 90 ચાર્જ કરે છે.

ટેમ્પો અથવા મિનિબસ માટે તે જ રૂ. 300 અને કોચ અથવા બસ માટે રૂ. 500 છે. પાર્કિંગનો સમયગાળો લંબાય તેમ ચાર્જ વધતો જાય છે. SVPI એરપોર્ટ પર એક દિવસમાં ઓછામાં ઓછા 37,000 મુસાફરોની અવરજવર રહે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ખાનગી અને કોમર્શિયલ વાહનો સહિત અંદાજિત 15,000 કાર દરરોજ શહેરના એરપોર્ટ પરથી પસાર થાય છે.

સંબંધિત સત્તાવાળાઓ પાર્કિંગ માટે પ્રી-પેમેન્ટ વિકલ્પ લાગુ કરવા અંગે પણ વિચારણા કરી રહ્યા છે. એક સૂત્રએ જણાવ્યું કે જો ગ્રાહકો FASTag વિકલ્પનો લાભ લેતા નથી, તો બહાર નીકળતા પહેલા, તેઓ QR કોડ પણ સ્કેન કરી શકે છે અને તેમના પાર્કિંગ સમયગાળા માટે પ્રી-પેમેન્ટ પણ કરી શકે છે. આ રીતે, મુસાફરો સીધા જ એરપોર્ટમાંથી બહાર નીકળી શકે છે. એક સિસ્ટમ પર કામ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં તેના સ્થાને આવશે.

Related posts

અમદાવાદમાં વધુ બે મોટા કોલ સેન્ટરનો પર્દાફાશ, ૫૪ ઝબ્બે

aapnugujarat

કોંગ્રેસે ત્રણ પેઢીથી ગુજરાતને અન્યાય કર્યો છે : અમિત શાહ

aapnugujarat

ભાજપના વધુ ત્રણ ઉમેદવારો જાહેર : હરિભાઈનું પત્તુ કપાયુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1