Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં વધુ બે મોટા કોલ સેન્ટરનો પર્દાફાશ, ૫૪ ઝબ્બે

અમદાવાદ શહેરમાંથી સાયબર ક્રાઇમના અધિકારીઓએ પ્રહલાદનગર વિસ્તારમાંથી અત્યારસુધીનું સૌથી મોટુ ગેરકાયદે કોલ સેન્ટર પકડી પાડતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ સોલા પોલીસે પણ શીલજ રોડ પરથી એક અન્ય મોટુ ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. શહેરમાં વિદેશી નાગરિકો સાથે ઠગાઇ કરતાં બે ઇન્ટરનેશનલ કોલ સેન્ટરોનો પોલીસે પર્દાફાશ કરતા ૫૪ આરોપીઓની ધરપકડ કરી છે. તમારી ગાડી પોલીસના કબજામાં છે, જેમાંથી ડ્રગ્સ અને બ્લડ સેમ્પલ મળેલ છે. જો તમારે તમારી જાતને બચાવવી હોય તો પોલીસને ગિફ્‌ટ આપવી પડશે તેમ કહીને વિદેશી નાગરિકો સાથે ઠગાઇ કરતાં કોલ સેન્ટરનો પર્દાફાશ સાયબર ક્રાઇમે કરતાં પ્રહલાદનગરના પેલેડિયમ કોમ્પ્લેક્સમાંથી ૩૨ લોકોની ઘરપકડ કરી છે, જયારે અલગ અલગ લોનની લાલચ આપીને વિદેશી નાગરિકો સાથે ઠગાઇ કરતા ૨૨ યુવકોની સોલા પોલીસે શીલજ રોડ પર આવેલા અર્થ એસેન્સથી ઘરપકડ કરી છે. આ સિવાય ગઇકાલે વિરાટનગરમાં ચાલતાં કોલ સેન્ટર પર સાયબર ક્રાઇમે દરોડો પાડીને આઠ લોકની ધરપકડ કરી હતી. પોલીસે છેલ્લા બે દિવસમાં ત્રણ કોલ સેન્ટરો પર દરોડા પાડી ૬૨ લોકોની ધરપકડ કરતાં ભારે ચકચાર મચી ગઇ છે. શહેરના પ્રહલાદનગરના પેલેડિયમ કોમ્પ્લેક્સમાં કેટલાક શખ્સ બોગસ કોલ સેન્ટર ચલાવતા હોવાની બાતમીના આધારે સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્‌યા હતા અને ૩૨ લોકોની ધરપકડ કરી હતી. તમારી ગાડી પોલીસ કબજામાં છે, જેમાંથી કોકેન અને બ્લડ સેમ્પલ મળેલ છે, જો તમારે તમારી જાતને બચાવવી હોય તો પોલીસને ગિફ્‌ટ આપવી પડશે. તેમ કહીને વિદેશી નાગરિકોને છેતરતા હતા. સાયબર ક્રાઇમે આરોપીઓ પાસેથી ૩૨ કરતાં વધુ કમ્પ્યૂટર, મેજિક જેક અને સ્ક્રીટ તેમજ ડેટા કબજે કર્યો છે. અમેરિકામાં કોઇ નાગરિકની કાર ખોવાઇ હોય તેની માહિતી મેળવી તેને કોલ કરતા હતા અને તમારી ગાડી પોલીસ કબજામાં છે, જેમાંથી ડ્રગ્સ અને બ્લડ સેમ્પલ મળેલ છે. જો તમારે તમારી જાતને બચાવવી હોય તો પોલીસને ગિફ્‌ટ આપવી પડશે તેમ કહીને ચીટિંગ કરતા હતા. પોલીસે દરોડા દરમિયાન કેટલી ઠગાઇ કરવાની તેની કેટલીક સ્ક્રીપ્ટ પણ જપ્ત કરી છે. અન્ય બનાવમાં, સોલા પોલીસે શીલજ રોડ પર આવેલા અર્થ એસેન્સ નામના બિલ્ડિંગની એક ઓફિસમાં દરોડા પાડીને ૨૨ લોકોની ધરપકડ કરી છે. અમેરિકન નાગરિકોને કોલ કરીને ઇન્ટરનલ રેવન્યુ સર્વિસીસના અધિકારી હોવાનું કહીને ટેક્સ ચોરી કર્યાનું ખોટું કારણ આપી ચીટિંગ આચરતા હતા. પોલીસે તેમની ધરપકડ કરીને મેજિક જેક, ૨૨ કરતાં વધુ કમ્પ્યૂટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો, ગઇ મોડી રાત્રે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વિરાટનગર ચાર રસ્તા નજીક આવેલી અનીલ હોઝિયરી ઇન્ડ્રસ્ટ્રીયલ નામની ફેક્ટરીમાં ત્રીજા માળેથી હાલ સાઈબર ક્રાઈમે આ બોગસ કોલ સેન્ટર પકડ્‌યું છે. ચોક્કસ બાતમી આધારે સાયબર ક્રાઇમ બ્રાંચે ફેક્ટરીમાં રેડ કરી હતી. જ્યાં ફેક્ટરીની આડમાં બોગસ કોલ સેન્ટર ચાલતું હતું. હાલ આ કોલ સેન્ટરમાંથી આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

Related posts

कांकरिया म्यु. ऑफिसर फ्लैट में जुआ खेलते १५ गिरफ्तार

aapnugujarat

રાહેલ બા મગોડી વૃદ્ધાશ્રમમાં ઈન્ડિયન લાયન્સ ગાંધીનગરે દિવાળી વૃદ્ધો સાથે ઉજવી

editor

વડોદરામાં લગ્નનાં દિવસે કન્યાને પાણી ભરવા જવું પડ્યું !!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1