Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં લગ્નનાં દિવસે કન્યાને પાણી ભરવા જવું પડ્યું !!

હાલ લગ્નગાળાની સિઝન ચાલી રહી છે. તો બીજી બાજુ પાણીની સમસ્યા સમગ્ર ગુજરાતમાં વ્યાપી છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના સુરાતલાવ જુથ ગ્રામ પંચાયતમાં આવેલા જાંબુવાળ વસાહતમાં દીકરીના લગ્ન અર્થે આવેલા મહેમાનોએ એક કિલોમીટર દૂર પાણી ભરવા જવાનો વારો આવ્યો હતો. એટલું જ નહીં લગ્નની પીઠીથી સજ્જ થયેલી કન્યાએ પણ પોતાના લગ્નમાં પાણીની ઉણપના રહી જાય તે માટે પાણીનું બેડું લઈને એક કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડ્યું હતું. એક બાજુ રાજ્ય સરકાર નર્મદા વિસ્થાપિતોની વારે આવવાની મોટી મોટી વાતો કરી રહી છે.
બીજી બાજુ ગુજરાતભરમાં હજી પણ કેટલાક વિસ્થાપીતો એવા છે કે જ્યાં હજી સુધી ગુજરાત સરકાર પાણી નથી પહોંચાડી શક્યું. ચાહે પછી મહારાષ્ટ્રના વિસ્થાપિત હોય કે ગુજરાતના હજી પણ અને વિસ્થાપિતોના લોકો પાણી માટે તરસ્યા મરે છે. આવી જ એક ઘટના વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની જાંબુ વસાહતમાં પાણીના અભાવે પીઠી ચોળેલી કન્યાએ એક કિલોમીટર દૂર પાણી ભરવા જવાનો વારો આવ્યો હતો.એટલું જ નહીં લગ્નમાં આવેલ મહેમાનો તેમજ વસાહતમાં રેહતા લોકો દ્વારા જાનૈયાઓ માટે પાણીની વ્યવસ્થા કરવા માટે કન્યાને મદદ કરી હતી. આ જાંબુ વાળ વિસ્તાપિતની જો વાત કરવામાં આવે તો વાઘોડિયાથી માત્ર ૩૦ કિલોમીટરના અંતરે આવેલું છે. આ વિસ્થાપિતમાં ૮૦ કુટુંબની વસ્તી ધરાવતા આદિવાસી પરિવારો રહે છે.તમામ પરિવારો ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે. જેને લઇ તેઓએ પોતાનો ધંધો રોજગાર છોડી એક કિલોમીટર દૂર પાણી ભરવા જવાનો વારો આવે છે. એટલું જ નહીં વસાહતની મહિલાઓ જ્યાં પાણી ભરવા જાય છે ત્યાં જૂની ટાંકી આવેલી છે. જ્યાં પાણીનો ફોર્સ પણ નથી આવતો.
સરવાળે તેઓએ એક બેડું ભરતા ૩૦ મિનિટથી પણ વધારે સમય બેસીને પાણી ભરવું પડે છે.જેના લગ્ન છે જે પોતાના જીવનના અનેક નવા સપનાઓ તે કાજલબેન તડવીએ પણ લગ્ન જેવા શુભપ્રશંગે પાણી માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. જાંબુ વાળા વસાહતમાં કાજલબેન તડવીના પરિવારની વાસ્તવિક વાત કરવામાં આવે તો એક બાજુ લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. બીજી બાજુ જાનૈયાઓને પાણી પીવડાવવા માટેની સમસ્યા મગજમાં વિચારે ચડી હતી.આવું એક પરિવાર નહીં ગુજરાતભરમાં ભરઉનાળે આવી કેટલીય કન્યાઓને પોતાની જાતે પાણી ભરવાનો વારો આવ્યો છે. હજી પણ કેટલાય પરિવારો એવા છે કે તેઓ પાણીના આરોવાળા જગ નહીં પરંતુ જૂની પરંપરાગત રીતે ગામડાની બિસ્માર ટાંકીની અંદર રહેલું પાણી જ ઉપયોગમાં લેવાય છે.કેટલાક પરિવારોમાં પાણીને લઇને કરુણતાં નજરે પડે છે. આ જાંબુવાડા વસાહતની જો વાત કરવામાં આવે તો વસાહતમાં ૨૦૧૬માં નવીન ટાંકી અને સંપ બનાવવામાં આવ્યો હતો. પરંતુ અધિકારીઓની અનઆવડતને લઈને આ તમામ વસ્તુઓ શોભાના ગાંઠિયા સમાન બની ને રહી ગઈ છે.
બીજી બાજુ આ વસાહતોના ગ્રામજનો રહીશો દ્વારા સ્ટેનફોર્ડ પણ મૂકવામાં આવ્યા છે.હાલ તો આ તમામ લોકો પવનની વેગે પાણીની વાટ જોઈ રહ્યા છે. પરંતુ હાલ હવે અમને ક્યારે પાણી મળશે એ તો આવનારો સમય જ બતાવશે ત્યારે સ્થાનિકો પણ છેલ્લા કેટલાક સમયથી પીવાના અને ઘરવપરાશના પાણી માટે પોતાની હૈયાવરાળ ઠાલવી રહ્યા છે.

Related posts

ભાજપના મહિલા મોરચાના અધિવેશનની તૈયારી

aapnugujarat

ગુજરાતમાં દારૂબંધી મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી

editor

છોટા ઉદેપુર જિલ્લા ના આદિવાસીઓ અખાત્રીજ ના દિવસે દેવો ને પુજી ને નાવા વર્ષ ને વધાવે છે.

editor

Leave a Comment

UA-96247877-1