Aapnu Gujarat
ગુજરાત

છોટા ઉદેપુર જિલ્લા ના આદિવાસીઓ અખાત્રીજ ના દિવસે દેવો ને પુજી ને નાવા વર્ષ ને વધાવે છે.

છોટા ઉદેપુર જિલ્લા ની ગુજરાત રાજ્ય ની સરહદે ત્રણ રાજ્યો કે ગુજરાત મધ્ય અને રાજસ્થાન ની જ્યાં ત્રણ રાજ્યો ની સરહદે રતનમહાલ ના જંગલો માં બાબા રતુ માડ ના ડુંગર પર આદિવાસી ઓ બાબા રતુમાડદેવ ની પૂજા અર્ચના કરી અખાત્રીજ ની પૂજા કરે છે

અખાત્રીજ એટલે આદિવાસીઓ નું નવું વર્ષ છોટા ઉદેપુર જિલ્લા ના આદિવાસીઓ અખાત્રીજ ના દિવસે બાબા રતુ માડ ના પર્વત પર વિશેષ પૂજા કરી પોતાની બાધા પૂર્ણ કરે છે અને નવું વર્ષ સરું જાય તેવી પૂજા અર્ચના કરે છે.

તો રંગપુર પાસે બાબા ટુંડવા અને આઇ ટુંડવી ના ડુંગર પર પણ અખાત્રીજ ના દિવસે કોલો નાવા વર્ષ ને વધાવવા ડુંગર પર જઈ બધા પૂરી કરે છે.
બાબા ટુંડવા વિશે સામાજિક અગ્રણી સોમા ભાઈ રાઠવા જણાવે છે અમારા ગામ પાસે બાબા ટુંડવા અને આઇ તુંડવી ના બે પહાડો પર આજે અખાત્રીજ ના દિવસે લોકો ભારે આસ્થા પૂર્વક દેવો ને રીઝવી નાવા વર્ષ ની કામના કરી હતી.
આ બાબા ટુંડવા વિશે એવી પણ દંત કથા છે કે એક સમયે જરૂરિયાત મંદ લોકો ની આર્થિક રીતે મદદ રૂપ થતાં હતા.અને તહોમતદારો પણ પણ કોર્ટ કેસો જીતવા બાધા રાખેલી હોય તેને અખાત્રીજ ના દિવસે પૂરી કરવા અખાત્રીજ ના આગલા દિવસ ની સાંજે લોકો ડુંગર પર ચઢે છે અને આખી રાત ડુંગર પર પૂજા અર્ચના કરી લોકો બાધા પૂર્ણ કરે છે અને નવું વર્ષ સારું જાય તેની પ્રાર્થના કરે છે.
આદિવાસી પૂર્વ પટ્ટી માં ખેડૂતો બળદ ની અને હળ લાકડા ની પૂજા અર્ચના કરે છે અને બળદ વડે હળ લાકડું ફેરવી અનાજ ના દાણા મૂકે છે અને ખેતી સારી થાય વરસાદ સારો થાય તે માટે ખાખર ,જાંબુડા ની ડાળખી અને ગરમાળા ફૂલ નો હર પહેરી ગામ માં બધા ઘરે ફરે છે એને તેઓ ના ઉપર ઘર દીઠ પાણી નાખી ને વરસાદ સારો થાય તેવી માન્યતાઓ સાથે ડાળખી ઓ નદી માં પધરાવી દેવા માં આવે છે.

બાબા ટુડવા ના ડુંગર પર બાબા રતુ માડ ના દિવા સળગવા માં આવે છે અને બાબા રતુમાડ પર બાબા ટુડવા ના દિવા પરસ્પર પ્રગ ટવવા માં આવે છે.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

गुजरात विधानसभा चुनाव -२०१७ के लिए आम आदमी पार्टी द्वारा उम्मीदवार पसंदगी प्रक्रिया शुरु

aapnugujarat

વડોદરાની કલેકટર ઓફિસનું સરનામું બે વર્ષ બાદ બદલાઈ જશે

aapnugujarat

ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા કવિ સંમેલન યોજાયું

editor

Leave a Comment

UA-96247877-1