Aapnu Gujarat
ગુજરાત

વડોદરાની કલેકટર ઓફિસનું સરનામું બે વર્ષ બાદ બદલાઈ જશે

આઝાદી બાદ છેલ્લા ૭૦ વર્ષ ઉપરાંત ના ગાળાથી વડોદરાની કલેકટર ઓફિસ કોઠી કચેરી ખાતેની ઐતિહાસિક ઇમારતમાં ચાલતી હતી. જોકે ટ્રાફિકને ટ્રાફિકનું ભારણ તેમજ અન્ય કચેરીઓના કારણે ઓફિસ ખસેડવા માટેની દરખાસ્ત અગાઉ રાજ્ય સરકારને કરવામાં આવી હતી.
આ દરખાસ્તને સરકારે મંજૂર કર્યા બાદ ૨૦૧૭માં તત્કાલીન કલેકટર લોચન સહેરા નવી કલેકટર ઓફિસ ના બાંધકામ માટેની મંજૂરી રાજ્ય સરકાર પાસેથી લઈ આવ્યા હતા ત્યારબાદ નવી કલેકટર ઓફિસ જુના પાદરા રોડ પર વેક્સિન ઇન્સ્ટીટ્યુટ ખાતેની વિશાળ જગ્યા ઉપર નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને નવી કલેકટર ઓફિસ રજવાડી ટાઈપ ઈમારતમાં બનાવવામાં આવશે.
આશરે ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે બનનારી નવી કલેકટર ઓફિસની ઇમારત માટેનું ખાતમુહૂર્ત આવતીકાલે કરવામાં આવશે આ સાથે જ કામનો શુભારંભ થશે અને બે વર્ષમાં કામ પૂર્ણ થતાની સાથે જ કોઠી કચેરી ખાતેથી કલેકટર ઓફિસ જુના પાદરા રોડ ઉપર સ્થળાંતર કરાશે.

Related posts

લોક રક્ષક દળની પરીક્ષા મામલે હાઇકોર્ટમાં પિટીશન, પરીક્ષા રદ કરવાની માંગણી

aapnugujarat

गोताब्रिज के छोर प महिला एक्टिवाचालक ने साईकिल चालक को टक्कर मारी

aapnugujarat

कांग्रेस में सरमुखत्यारशाही नहीं हैः भरतसिंह की साफ बात

aapnugujarat

Leave a Comment

UA-96247877-1