Aapnu Gujarat
ગુજરાત

૨૦૨૨ સુધી કચ્છને પાણી સમસ્યાથી મુક્ત કરીશું : રૂપાણી

વર્ષો પહેલા ગુજરાત હવે ટેન્કર મુક્ત રાજ્ય બની ગયુ છે તેવી જાહેરાત કરનાર સરકાર અત્યારે ભેખડે ભરાણી છે અને ઠેરઠરે પાણીનો પોકાર ઉઠ્યો છે. ગુજરાતનાં ગામડાઓની વાસ્તવિક અને દયનીય સ્થિતિનું વિકરાળ સ્વરૂપ સામે આવીને ઉભુ છે.આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અછતગ્રસ્ત કચ્છની મુલાકાત લઇ એવી જાહેરાત કરી રે, ૨૦૨૨ સુધીમાં કચ્છને પાણીની સમસ્યાથી સંપૂર્ણ મુક્ત કરી દેશું. તો સવાલ એ થાય છે કે, અત્યાર સુધી આટલો વર્ષો સરકારોએ કર્યુ શું ?
છેલ્લા દોઢ દાયકાની સરખામણીમાં ગત વર્ષે સૌથી ઓછો વરસાદ મેળવનારા મરુભૂમિ કચ્છના લખપત અને અબડાસા તાલુકાના નારાયણ સરોવર અને કોટેશ્વરની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાત મુલાકાત લીધી હતી અને અછતની સ્થિતિનું આકલન કર્યું હતું. તેમણે સ્થાનિક પ્રજાજનોએ આશ્વાસિત કર્યા હતા કે પશુ સુદ્ધાને પીવાના પાણીની કોઇ તકલીફ નહીં પડે. આટલો ઓછો વરસાદ હોવા છતાં નખત્રાણા પ્રાંતના આ બન્ને તાલુકાના માત્ર સાત ગામોને જ ટેન્કર વડે પાણી આપવામાં આવી રહ્યું છે.રૂપાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે ઓછા વરસાદ થતાની સાથે જ વહેલાસર એટલે કે સપ્ટેમ્બર માસમાં જ ૯૬ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી દીધા હતા. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસુ ૧૫ જૂનથી બેસી જતું હોય છે. પણ, પાણી અંગેનું આયોજન ૩૧ જુલાઇ સુધીનું છે. એટલે, પીવાના પાણી બાબતે કોઇએ પણ લગીરેય ચિંતા કરવાની જરૂર નથી. ટેન્કર દ્વારા જ્યા પાણી આપવામાં આવે છે, ત્યાં પશુઓ માટે ૨૦ લીટર પાણી વધુ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાણી અંગે કોઇ સમસ્યા હોય તો તેનો ત્વરિત ઉકેલ લાવવાની સરકારની નેમ છે અને પાણીને અગ્રિમતા આપવામાં આવી રહી છે. કચ્છને ૨૦૨૨ સુધી પાણીની સમસ્યામાંથી સંપૂર્ણ મુક્ત કરી દેવાની અમારો સંકલ્પ છે.અબડાસા અને લખપત તાલુકાની અછતની સ્થિતિનું આકલન કરવા વિજય રૂપાણીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.અધિકારીઓ સાથેની બેઠકમાં એવી વિગતો રજૂ થઇ હતી કે નખત્રાણા અને લખપત તાલુકાના ૨૨૦ ગામોમાં કુલ ૧૭૪૭૫ ઘાસકાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યાં છે જેમાં ૧૬૩૬૨૮ પશુઓનો નિભાવ કરવામાં આવે છે. ૧૨૫ કેટલ કેમ્પમાં ૬૩૫૨૪ પશુ આશરો લઇ રહ્યા છે. આ બન્ને તાલુકામાં ૩૧ ઘાસ ડીપો ખોલવામાં આવ્યા છે. માર્ચ માસની ૧૫મી તારીખ સુધીમાં રૂ. ૭૬૮૧૩૦૨૫ની સબસીડી આપવામાં આવી છે. ૪ પાંજરાપોળને રાહત દરે ૬૧૩૮૫૪ કિલો ઘાસ રાહત દરે આપવામાં આવ્યું છે.અછતની આ સ્થિતિને પહોંચી વળવા માટે જનસહયોગ પણ પ્રાપ્ત થઇ રહ્યો છે. સામાજિક સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે ઘાસ વિતરણ ઉપરાંત લીલો ચારો, બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.અછતગ્રસ્ત બન્ને તાલુકામાં મનરેગા હેઠળ ૧-૪-૧૯ની સ્થિતિએ ૬૩ કામો લેવામાં આવ્યા છે જેના થકી ૬૩૦૧ વ્યક્તિને રોજગારી મળી છે અને ૬૮૬૩૫૧ માનવ દિન રોજગારીનું સર્જન થયું છે. જ્યારે, રૂ. ૧૨૪૫.૪૬ લાખ વેતન પેટે ચૂકવવામાં આવ્યા છે.પાણી પુરવઠા બોર્ડની ૬૩ યોજના હેઠળ ૧૪૩ગામોની ૨૧૫૪૮૯ વસ્તીને આવરી લેવામાં આવી છે. આ માટે ૧૨૦૮ કિમિ લાઇન બિછાવવામાં આવી છે. પાણી માટે ૫૨ સ્થાનિક સ્ત્રોત, કાચા કૂવા ૨, ચાલુ કરવામાં આવેલા કાચા કૂવા ૫ અને કચેરી હસ્તકના ૭ ટેન્કર મારફત પાણી વિતરણ કરરવામાં આવે છે. પાણીના સ્ત્રોતની વિગતો જોઇએ તો સ્થાનિક સ્ત્રોતથી ૬ એમએલડી, નર્મદાનું ૧૭.૫ એમએલડી, વ્યક્તિગત યોજનાનું ૯ એમએલડી મળી કુલ ૩૨.૫ એમએલડી પાણી આપવામાં આવે છે.

Related posts

હાર્દિક પટેલ કિંગમેકર તરીકે ઉભરવા તૈયાર હોવાની ચર્ચા

aapnugujarat

હિંમતનગર નગરપાલિકા ચીફ ઓફિસરે રવિવારે પણ કચેરી ખુલ્લી રખાવી ઉત્તમ કામગીરી કરાઈ

aapnugujarat

અમદાવાદમાં જીએસટીને લઇ ૧૪-૧૫મીએ દેશભરના વકીલોની બેઠક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1