Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર નગરપાલિકા ચીફ ઓફિસરે રવિવારે પણ કચેરી ખુલ્લી રખાવી ઉત્તમ કામગીરી કરાઈ

હિંમતનગર ખાતે રવિવારના રોજ શ્રી અડાઠમ જૂથ નાયી કેળવણી સમાજ દ્વારા ૨૧મો સમૂહ લગ્નોત્સવ હિંમતનગર ખાતે યોજવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં હિંમતનગર નગરપાલિકાના ઉત્સાહી ચીફ ઓફિસર અલ્પેશ પટેલ તથા પાલિકા પ્રમુખ અનિરુદ્ધ સોરઠીયા ખાસ ઉપસ્થિત રહી રવિવારે પણ હિંમતનગર નગરપાલિકા કચેરી ચાલુ રખાવી સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલ દંપતીઓને તાત્કાલિક લગ્નની નોંધણી કરી મેરેજ સર્ટિફિકેટ બનાવી આપી સમાજ સેવાનું ઉત્તમ કાર્ય નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું જેને નાયી સમાજે પણ ચીફ ઓફિસર અલ્પેશ પટેલ તથા પાલિકા પ્રમુખ અનિરુદ્ધ ભાઈ સોરઠીયા નો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો.

(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

૧૦-૧૨ દિવસ વહેલી ચૂંટણી યોજાવાની શક્યતા છે : પાટીલ

aapnugujarat

કાલુપુર રેલ્વે સ્ટેશન ઉપરથી ગાંજાનો જથ્થો જપ્ત

aapnugujarat

કોંગ્રેસની બોગસ યાદી ફરતી કરવાના કેસમાં સાયબર સેલને તપાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1