Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બિહારનાં લોકો ભાજપને તેની ઓકાત દેખાડશેઃ શત્રુઘ્ન સિન્હા

થોડા મહિનાઓ પહેલા જ ભાજપમાંથી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અને એક્ટરમાંથી રાજકારણી બનેલા શત્રુધ્ન સિન્હાએ ભાજપ પર નિશાન તાંકતા કહ્યું કે, બિહાર ભાજપને તેની ઓકાત દેખાડી દેશે.અત્રે ઉલ્લેખનીય છે કે, શત્રુઘ્ન સિન્હા બિહારની પટના સાહિબ લોકસભા બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.એક અહેવાલ એવો આવ્યો હતો કે, ભાજપ પ્રમુખ અમિત શાહની રેલીનો રૂટ એવી રીતે નક્કી કરવામાં આવ્યો છે કે, જેથી શત્રુધ્ન સિન્હાને તેમની ઓકાત દેખાડી શકાય. આ અહેવાલની પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે, બિહાર જ ભાજપને તેની ઓકાત દેખાડી દેશે.શત્રુઘ્ન સિન્હાએ ૨૦૧૫માં બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીએ નિતિશ કુમાર વિશે ટિપ્પણી કરી હતી તેની યાદ અપાવતા કહ્યું કે, એ ટિપ્પણી જેમ ભારે પડી હતી તેમ આ વખતે પણ ભાજપને ભારે પડશે.૨૦૧૫ની વિધાનસભા ચૂંટણી વખતે મોદીએ નિતિશ કુમાર વિશે એમ કહ્યું કે, તેમણે લાલુ પ્રસાદ યાદવ સાથે ગઠબંધન કર્યુ છે એટલે તેમના ડીએનએમાં લોચો છે.જો કે, પછીથી, નિતિશ કુમારે લાલુ પ્રસાદની પાર્ટી સાથે છેડો ફાડી દીધો હતો અને ભાજપ સાથે ગઠબંધન કર્યુ હતું.આ દેશ તમામ લોકોનો છે. જો એ લોકો સારી ભાવનાથી આવે તો અમે તેમને આવકારીએ છીએ. તેમને ચા મળશે. પકોડા મળશે અને લોકો તેમને પ્રશ્નો પુછશે,શત્રુઘ્ન સિન્હાએ જણાવ્યુ હતુ.ભાજપનાં નેતાઓએ દાવો કર્યો છે કે, શત્રુઘ્ન સિન્હા હારશે અને ભાજપ જ જીતશે. તેમને એવો દાવો છે કે, શત્રુઘ્ન સિન્હા ભાજપમાં હતા તેટલા માટે તેઓ જીતતા હતા.શત્રુઘ્ન સિન્હા આ બેઠક પરથી ૨૦૦૯ અને ૨૦૧૪ની લોકસભા ચૂંટણી જીત્યા હતા. ૭૨ વર્ષનાં બોલીવૂડ એક્ટર છેલ્લા થોડા વર્ષોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ટિકાકાર બન્યા હતા અને અંતે તેમણે ભાજપ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો.

Related posts

ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાની વાત હાલ સંજોગોમાં જુમલો જ માત્ર :મનમોહન

aapnugujarat

2024 में फिर लड़ूंगी चुनाव : उमा भारती

aapnugujarat

કાશ્મીરમાં નોહાટા વિસ્તારમાં મસ્જિદની બહાર ડીએસપીની હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1