Aapnu Gujarat
બિઝનેસ

અમેરિકાએ ચીની ઉત્પાદો પર ઇમ્પોર્ટ ડ્યૂટી ૧૦%થી વધારી ૨૫% કરી

ટ્રેડ પર વાતચીતની વચ્ચે શુક્રવારે ૨૦૦ અબજ ડોલરના ચીની ઉત્પાદો પર ઇમ્પોર્ટ ડ્યૂટીને ૧૦ ટકાથી વધારીને ૨૫ ટકા કરી દીધી છે. ચીને જવાબી કાર્યવાહીની વાત કહી છે. આ સાથે જ બંને દેશોની વચ્ચે ટ્રેડ વોર વધી ગયું છે. અમેરિકાએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે ચીનના વાઇસ પ્રેસિડન્ટ અને ટોપ બિઝનેસ ઓફિસર લિયૂ હે બે દિવસ વાતચીત માટે વોશિંગ્ટન પહોંચ્યા છે. થોડાં દિવસો અગાઉ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી.
ચીનના વાણિજ્ય મંત્રાલયે પોતાની વેબસાઇટ પર કહ્યું, અમેરિકાએ ચીનથી નિકાસ થતાં ૨૦૦ અબજ ડોલરના પ્રોડક્ટ્‌સ પર ઇમ્પોર્ટ ડ્યૂટી ૧૦ ટકાથી વધારીને ૨૫ ટકા કરી દીધી છે.અમેરિકાએ ચીનની મુશ્કેલીઓને બમણી કરી દીધી છે. એક તરફ પ્રેસિડન્ટ ટ્રમ્પે ચીન સાથે થતા ૨૦૦ અબજ ડોલરના ઇમ્પોર્ટ પર ડ્યૂટી ૧૦ ટકાથી વધારીને ૨૫ ટકા કરવાની જાહેરાત કરી દીધી છે. જ્યારે બીજી તરફ, અમેરિકાના ફેડરલ કોમ્યુનિકેશન કમિશન (એફસીસી)એ ચાઇના મોબાઇલની એન્ટ્રીને પ્રતિબંધિત કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, ચાઇના મોબાઇલ ચીનની સરકારી ટેલિકોમ્યુનિકેશન કંપની છે.એફસીસીના ચેરમેન અજીત વરદરાજ પાઇનું કહેવું છે કે, રાષ્ટ્રીય સુરક્ષા અને બંને દેશોની વચ્ચે ટ્રેડ વૉરથી ઉભા થયેલા તણાવને જોતા ગુરૂવારે તેના વિરૂદ્ધ મતદાન કરવામાં આવ્યું છે. ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, પાઇનું કહેવું છે કે, ચીન પોતાના મોબાઇલના માધ્યમથી અમેરિકાની સુરક્ષાને જોખમમાં મુકવાના પ્રયત્નો કરી શકે છે. આ ઉપરાંત આ અમેરિકન અર્થવ્યવસ્થાના હિતમાં પણ નથી.પાઇએ એમ પણ કહ્યું કે, ચીનને એન્ટ્રી મળવાના પગલે તેની કંપનીને અમેરિકન ટેલિફોન લાઇસન્સનું એક્સેસ મળી ગયું હોત. એટલું જ નહીં, અમેરિકા સાથે જોડાયેલા ઓપ્ટિકલ ફાઇબર કેબલ અને કોમ્યુનિકેશ સેટેલાઇટનો પણ ઉપયોગ કરવાનું માધ્યમ પણ ચીન પાસે હોત. આ માધ્યમથી ચીન અમેરિકા સાથે જોડાયેલી ગુપ્ત માહિતીઓની ચોરી કરી શકતું હતું, એટલું જ નહીં ભવિષ્યમાં અમેરિકાના સંવેદનશીલ ઠેકાણાંઓ માટે જોખમ બની શકતું હતું. આ ઉપરાંત ચાઇના મોબાઇલને અમેરિકામાં એન્ટ્રી પ્રતિબંધ કર્યા બાદ હવે યુએસ ચીનની બે અન્ય કંપનીઓ ચાઇના ટેલિકોમ અને ચાઇના યૂનિકોનને ભૂતકાળમાં આપેલી મંજૂરી પર ફેરવિચાર કરશે.

Related posts

IPOથી ફંડ મેળવવા માટેનો આંક વધીને ૨૩,૬૭૦ કરોડvv

aapnugujarat

જીડીપી અને આઈઆઈપીનાં આંક વચ્ચે બજારમાં પ્રવાહી સ્થિતિનાં સંકેત

aapnugujarat

पूर्व प्रधानमंत्री ने मोदी सरकार को बताए मंदी को भगाने के ये उपाय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1