Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં પૈસાની લેતી-દેતીમાં કિન્નરોએ યુવકને માર્યો

સુરત શહેરમાં એક યુવકને કિન્નરોએ જાહેરમાં માર મારીને તેના કપડાં ફાડી નાખવાનો બનાવ સામે આવ્યો છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. પૈસાની લેતી-દેતીમાં આ મારામારી થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ થયાનું જાણમાં આવ્યું નથી. મળતી માહિતી પ્રમાણે સુરતના ગોડાદરા વિસ્તારમાં છ જેટલા કિન્નરોએ એક યુવકને જાહેરમાં જ માર માર્યો હતો. યુવકને માર મારીને તેના કપડાં ફાડી નાખ્યા હતા. કિન્નરોએ યુવકને ગડદા અને પાટુનો માર માર્યો હતો.
કિન્નરોએ યુવકને માર મારીને રસ્તા પર નિર્વસ્ત્ર હાલતમાં છોડી દીધો હતો. યુવકને ગડદા-પાટું ઉપરાંત ચંપલ અને સ્ટીલની બોટલથી પણ માર મારવામાં આવ્યો હતો. માર મારવાને કારણે યુવકનાં કપડાં ફાટી ગયા હતા અને તે જાહેરમાં જ કિન્નરોની વચ્ચે નિર્વસ્ત્ર હાલતમાં બેસી રહ્યો હતો. માર મારવા દરમિયાન અમુક કિન્નરોએ તેમના કપડાં પણ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. યુવકને માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે આસપાસના લોકો તમાશો જોવા માટે ઉભા રહી ગયા હતા. જોકે, કોઈએ વચ્ચે પડીને યુવકને બચાવ્યો ન હતો. યુવક હાથમાં આવતાની સાથે કિન્નરો ફરી વળ્યા હતા કિન્નરોએ યુવકનાં તમામ કપડાં ફાડી નાખ્યા હતા.

Related posts

અનામતની જાહેરાત લોલીપોપ સાબિત ન થાય : હાર્દિક પટેલ

aapnugujarat

પંચમહાલ જિલ્લામાં ઉજજવલા દિનની ઉજવણી

aapnugujarat

हाटकेश्वर -बापूनगर फ्लायओवर के लिए इंतजार करना पड़ेगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1