Aapnu Gujarat
બિઝનેસ

ગ્રોથ એન્જિન ગુજરાત મંદીની ચપેટમાં

ગુજરાત સરકાર આગામી જાન્યુઆરી મહિનામાં વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરી રહી છે અને આ આયોજનને સફળ બનાવવા સરકાર કોઈ કસર છોડવા માંગતી નથી. જોકે રાજ્યમાં આજે મોટા ઉદ્યોગ કરતા નાના ઉદ્યોગો પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે મથી રહ્યા છે અને આજે લાખો નાના ઉદ્યોગો મંદીના ભરડામાં સપડાયેલા છે.એક તરફ ચાર લાખ નાના ઉદ્યોગો મંદીના ભરડામાં સપડાયા છે. તો બીજી તરફ સરકાર વાઈબ્રન્ટ ગુજરાતના તાયફા કરવાની તૈયારી કરી રહી છે. છેલ્લાચાર વર્ષની સરખામણીએ વર્ષ ૨૦૧૮ ઉદ્યોગો માટે ચિંતાનું કારણ બની રહ્યુ છે. દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત જીએસટી અને નોટબંધીને લીધે ખોટવાઈ પડ્યુ છે. કેટલાક નાના ઉદ્યોગો મંદિના ચપેટમાં આવી ગયા છે.સીએમ વિજય રૂપાણી, અધિકારીઓ અન્ય રાજ્યોના ઉદ્યોગો ગુજરાતમાં લાવવાના પ્રયાસ કરી રહ્યા છે. પણ ગુજરાતના ઉદ્યોગોની દશા જોનાર કોઈ નથી. નાના ઉદ્યોગોનો ગ્રોથ વર્ષ ૨૦૧૩માં ૧૩.૦૮ ટકા હતો. તે વર્ષ ૨૦૧૮માં ૫.૮૪ ટકા થઈ ગયો છે. ફોર્ડ ઈન્ડિયા, ગેઈલ ઈન્ડિયા, હોન્ડા મોટર્સ, સુઝુકી મોટર્સ, જેવા મોટા ઉદ્યોગોને સરકારી લાભો મળે છે. પરંતુ તેઓ સ્થાનિકોને રોજગારી આપતા નથી. નિયમોનું સરેઆમ ઉલ્લમઘન કરવા છતાં તેમની સામે સરકાર પગલા લેતી નથી.
જીસીસીઆઈએ પણ સરકારને રજૂઆત કરી પોતાની નારાજગી વ્યક્ત કરી છે. નાના-મધ્યમ કક્ષાના ઉદ્યોગોની સ્થિતિ કથળતા લોકો બેરોજગાર બન્યા છે. ખાસ કરીને ટેક્સ ટાઈલ્સ જેમ્સ જ્વેલરી સહિતના ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે. ત્યારે પણ સરકાર તો આગામી વાઈબ્રન્ટ સમિટ સફળ બનાવવામાં વ્યસ્ત બની ગઈ છે.

Related posts

इलेक्ट्रिक वाहनों की बढ़ेगी रफ्तार, खरीद पर मिलेगी भारी छूट

aapnugujarat

૨૦૧૭નું વર્ષ આઇપીઓ માર્કેટ માટે રહ્યું ગોલ્ડન યર

aapnugujarat

શેરબજારમાં કડાકો : સેંસેક્સ ૨૪૦ પોઇન્ટ ઘટીને બંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1