Aapnu Gujarat
બિઝનેસ

૨૦૧૭નું વર્ષ આઇપીઓ માર્કેટ માટે રહ્યું ગોલ્ડન યર

પ્રથમ છ માસમાં બજારમાં માત્ર આઇપીઓનીજ બોલબાલા રહી હતી પરંતુ, અંતિમ છ માસમાં ઇન્સ્યોરન્સ કંપનીઓના આઇપીઓએ રોકાણકારોને નિરાશ કરતા આઇપીઓ બજાર એકંદરે સારૂં રહ્યું હોવાનું માની શકાય. ૨૦૧૭ના કેલેન્ડર વર્ષમાં ભારતીય કંપનીઓએ પ્રારંભિરક જાહેર ઓફર થકી અંદાજિત ૭૦,૦૦૦ કરોડ(૧૧ બિલિયન ડોલર) એકત્ર કર્યા છે અને આટલું જ નહી સેબી પાસે ફાઈલ કરેલા ડીઆરએચપીની પ્રારંભિક જાહેરાતને જ ગણીએ તો ૨૦૧૮નું વર્ષ પણ આઇપીઓ માટે સારૂં રહેવાનું છે. જોકે આગામી વર્ષમાં સરકારી કંપનીઓના આઇપીઓ કેવું પ્રદર્શન કરશે તે તો સમય જ બતાવશે. શેરબજારમાં અનપેક્ષિત તેજીની સાથે સંખ્યાબંધ કંપનીઓએ ઈનિશિયલ પબ્લિક ઇશ્યૂ દ્વારા મોટા પ્રમાણમાં ફંડ રાઇઝિંગ કર્યું છે.અર્નેસ્ટ એન્ડ યંગના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ઇન્ડિયન પ્રાયમરી માર્કેટમાં ૧૫૩ કંપનીઓએ આઇપીઓ દ્વારા ભંડોળ એક્ત્ર કર્યું છે. આ આઈપીઓ માર્કેટમાં લગભગ બધા જ આઈપીઓએ પોઝીટીવ રીટર્ન આપ્યું છે અને ખાસ કરીને એસએમઇઝ સેક્ટરે રોકાણકારોને નિરાશ નથી કર્યા. અમુક શેરે તો રોકાણકારોને ૫૦૦% સુધીનું વળતર પણ આપ્યું છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ઓક્ટોબર- ડિસેમ્બર ત્રિમાસિક ગાળા દરમિયાન પ્રાયમરી માર્કેટમાં ૨૨ આઇપીઓ આવ્યાં છે. જે ક્વાર્ટર-ટુ- ક્વાર્ટર પબ્લિક ઇશ્યૂની સંખ્યામાં ૪૭ ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ ૨૦૧૬ની સરખામણીએ વર્ષ ૨૦૧૭માં ઇન્ડિયન બીએસઇ, એનએસઇ અને જુનિયર માર્કેટમાં આઇપીઓ કામકાજના ૭૪ ટકાનો વધારો નોંધાયો છે. આ વર્ષે ૧૩૩ એસએમઇ કંપનીઓનું લિસ્ટિંગ થયું છે.આ સાથે એસએમઇ પ્લેટફોર્મની શરૂઆત બાદ વર્ષ ૨૦૧૨થી ૨૦૧૬ દરમિયાન રૂ.૧૭૮૫ કરોડ એક્ત્ર કરવામાં આવ્યાં છે. અર્નેસ્ટ એન્ડ યંગે તેના રિપોર્ટ ગ્લોબલ આઇપીઓ ટ્રેન્ડઃ૨૦૧૭માં જણાવ્યું કે, યુરોપ, મીડલ ઇસ્ટ, ઇન્ડિયા અને આફ્રિકન રિજન, બીએસઇ અને એસએમઇ એક્સચેન્જોએ ૧૭ આઇપીઓએ દ્વારા હાઇએસ્ટ ૫.૫ અબજ ડોલરનું ભંડોળ બજારમાંથી ઊભું કર્યું છે. જેમાં જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો ૧.૭ અબજ ડોલરનો આઇપીઓ સૌથી લાર્જેસ્ટ પબ્લિક ઇશ્યૂ હતો. ચાલુ વર્ષે પ્રાયમરી માર્કેટના કામકાજમાં વીમા કંપનીઓનું યોગદાન સૌથી વધારે રહ્યું છે. જેમાં જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, ન્યુ ઇન્ડિયા એસ્યુરન્સ, એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઇફ ઇન્સ્યોરન્સ, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ અને આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સનો સમાવેશ થાય છે.
આ પાંચ ઇન્સ્યોરન્સ કંપનીઓએ આઇપીઓ ઇશ્યૂ દ્વારા મૂડીબજારમાંથી ટોટલ રૂ.૪૪,૦૦૦ કરોડનું ભંડોળ એક્ત્ર કર્યું છે. ટોપ પરફોર્મરની વાત કરીએ તો મીરા ઈન્ડ.માં ૫૦૮%, એપેક્સ ફોર્જનમાં ૩૧૮% અને શંકરા બિલ્ડિંગમાં ૨૩૪% સુધીનું વળતર જોવા મળ્યું છે. બિગ નેમ પર નજર નાખીએ એવન્યુ સુપરમાર્કેટએ અત્યાર સુધી લિસ્ટિંગ બાદ પણ ૯૦% ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આ યાદીમાં એયુ બેંક અને આઇસીઆઇસીઆઇ લોંબાર્ડનો પણ સમાવેશ થાય છે. ઈશ્યુ પ્રાઈસની સામે સૌથી વધુ વળતર : એપેક્સ ફ્રોજન ૩૮૦% શંકરા બિલ્ડિંગ ૨૮૮% ડીમાર્ટ ૨૮૫% સાલસાર ટેક્નો ૧૮૨% પીએસપી પ્રોજેકટ ૧૪૩% એસ્ટ્રોન પેપર ૧૪૨% ડિક્સન ટેક્નો ૧૪૦% સીડીસીએલ ૧૩૬% ૧૦૦ કરોડથી વધુનું ભંડોળ એકત્ર કર્યા બાદ લિસ્ટિંગમાં ૧૪ સ્ટોકે પણ રોકાણકારોને નિરાશ કર્યા છે.
સીએલ એજ્યુકેટ,એસ ચાંદ, એઆઇએએલ, જીઆઇસી,ગોદરેજ એગ્રોવેટ, એમબીએલ, ખાદીમ, શેલ્બી, એસબીઆઇ લાઈફ, જીટીપીએલ હેથવે રોકાણકારોના પૈસા ઘટાડ્યાં હતા. ચાલુ વર્ષે આઇપીઓ લઇને બાદમાં લિસ્ટિંગ થયેલ સીએલ એજ્યુકેટ કંપનીનો શેર હાલ તેની ઈશ્યુ પ્રાઇસ કરતાં આશરે ૩૬.૧૬ ટકા નીચે બોલાઇ રહ્યો છે. એસ. ચાંદનો શેર હાલ ૨૯.૪૨ ટકા, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીનો શેર ૧૮.૧૬ ટકા, જીટીપીએલ હેથવેનો શેર ૧૪.૭૯ ટકા અને જીઆઇસીનો શેર ૧૨.૮૮ ટકા નીચે બોલાઇ રહ્યો છે. માત્ર પ્રાઈમરી માર્કેટમાં જ નહિ સેકન્ડરી માર્કેટમાં પણ જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેકસ-નિફટી પણ રેકોર્ડ હાઈ પર પહોંચ્યાં હતા.
નિફટીએ ૧૦,૫૦૦ અને સેન્સેકસે ૩૪,૦૦૦ની નવી સપાટી હાંસલ કરી હતી. ઇન્ડિયન પ્રાયમરી માર્કેટમાં પ્રોત્સાહક કામગીરી સાથે વર્ષ ૨૦૧૭ના વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે અને વર્ષ ૨૦૧૮નું પણ આના કરતાં પણ સારો રહેશે તેવો પ્રબળ આશાવાદ માર્કેટ એનાલિસ્ટો, ઇન્વેસ્ટરો રાખી રહ્યાં છે. વર્ષ ૨૦૧૮ના આરંભે લગભગ રૂ.૩૦,૦૦૦ કરોડના આઇપીઓ પાઇપલાઇનમાં છે.
જેમાં રૂ.૧૨,૦૦૦ કરોડના આઇપીઓને રેગ્યુલેટરી તરફથી મંજૂરી મળી રહી છે હવે કંપનીઓએ મુર્હત જોવાના બાકી છે. જ્યારે આઠ કંપનીઓના અંદાજે રૂ.૧૮,૦૦૦ કરોડની સાઇઝના પબ્લિક ઇશ્યૂ માટે સેબી તરફથી મંજૂરીની રાહ જોવાઇ રહી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ, નક્ષત્ર વર્લ્ડ, આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ, નેશનલ સ્ટોક એક્સચેન્જ અને રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની આઇપીઓ લાવવાની તૈયારીમાં છે.

Related posts

हाईकोर्ट का आदेश, 67 मरीजों को 2 हफ्ते में 25-25 लाख रुपए दे जॉनसन एंड जॉनसन

aapnugujarat

यूरोपीय संघ द्वारा अमेजन की जांच का कैट ने किया स्वागत

aapnugujarat

रबर एकस्पो जनवरी, २०१९ में मुंबई में आयोजित होगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1