Aapnu Gujarat
રમતગમત

આફ્રિકાની બોલિંગ દુનિયામાં સૌથી ખતરનાક : રોહિત શર્મા

ભારતીય સ્ટાર ઓપનિંગ બેટ્‌સમેન રોહિત શર્માએ કહ્યુ છે કે દક્ષિણ આફ્રિકાની બોલિંગ દુનિયામાં હાલમાં સૌથી ખતરનાક છે. હિટમેનના નામથી લોકપ્રિય રહેલા રોહિત શર્માએ કહ્યુ છે કે તે ફિલ્ડને ક્લીયર કરવા માટે પ્રયાસ કરે છે. રોહિતે એમ પણ કહ્યુ છે કે ટીમ ઇન્ડિયા માટે આફ્રિકાનો પ્રવાસ પડકારરૂપ રહેશે. ભારતીય બેટ્‌સમેનોનો સામનો શ્રેષ્ઠ બોલરોની સામે થનાર છે. રોહિત શર્માએ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ છે કે તે હમેંશા ફિલ્મના હિસાબથી રમે છે. સાથે સાથે સારુ કરવા માટે પ્રયાસ કરે છે. તેનુ કહેવુ છે કે તેની બેટિંગને લઇને કોઇ ખાસ બાબત નથી. તેનુ કહેવુ છે કે તેની બેટિંગની સ્ટાઇલની સરખામણી વેસ્ટ ઇન્ડિઝના તોફાની બેટ્‌સમેન ક્રિસ ગેઇલ અને કિરોન પોલાર્ડ સાથે કરી શકાય નહી. ગેલ અને પોલાર્ડ બન્ને મેદાનમાં ઉતરતાની સાથે જ ફટકાબાજી કરવાની શરૂઆત કરે છે. શ્રીલંકાની સામે હાલમાં કેપ્ટનશીપ પણ સંભાળીને જોરદાર બેટિંગ કરનાર શર્માએ કહ્યુ છે કે આફ્રિકાની બોલિંગ દુનિયામાં સૌથી ઘાતક છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડને જોવામાં આવે તો આ ટીમો પણ પોતાના ઘરમાં જોરદાર દેખાવ કરે છે. તેમની પાસે વેરાયટી છે. સાથે સાથે અલગ અલગ સ્તરના અનુભવ છે. તેના આધાર પર આ ટીમો દેખાવ કરે છે. જો કે સાઉથ આફ્રિકાની બોલિગં બિલકુલ અલગ પ્રકારથી છે. વનડેમાં ત્રણ બેવડી સદી ફટકારી ચુકેલા રોહિત શર્માએ કહ્યુ છે કે દક્ષિણ આફ્રિકાની ટીમ પાસે કમાલના બોલરો છે. કૈગિસો રબાડા લાંબા કદનો બોલર છે. મોર્ની મોર્કેલ પણ તેના જેવો જ ઘાતક છે. ડેલ સ્ટેઇનની પાસે નવા અને જુના બોલ સાથે બોલિંગ કરવાનો વ્યાપક અનુભવ છે. વેર્નોન ફિલાન્ડર સ્થાનિક મેદાનમાં ખુબ સારો અનુભવ રહેલો છે. આ તમામ પાસા જોતા તેની પાસે ઘાતક બોલિંગ છે. જો કે રોહિતે કહ્યુ હતુ કે ટીમ ઇન્ડિયા દુનિયામાં સૌથી સારા બેટ્‌સમેનો ધરાવે છે. ટીમમાં વિરાટ કોહલી, શિખર ધવન, મહેન્દ્રસિંહ ધોની જેવા વર્લ્ડ ક્લાસ બેટ્‌સમેનો છે. શ્રેણી ખુબ રોમાંચક બની રહે તેવી શક્યતા છે

Related posts

વિરાટ કોહલી પર મેચ ફીની ૨૫ ટકા રકમનો દંડ કરાયો

aapnugujarat

स्ट्रॉस को ईसीबी क्रिकेट कमिटी का चेयरमैन नियुक्त किया गया

aapnugujarat

ICC World Cup સુપર લીગ પોઇન્ટ ટેબલમાં ટોપ ૩માં પહોંચ્યું ભારત

editor

Leave a Comment

UA-96247877-1