Aapnu Gujarat
રમતગમત

વિરાટ કોહલી પર મેચ ફીની ૨૫ ટકા રકમનો દંડ કરાયો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર આઈસીસીની આચારસંહિતાના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. વિરાટે દક્ષિણ આફ્રિકાની સામે સેન્ચુરિયનમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે નિયમોનો ભંગ કરવા બદલ દંડ લાગૂ કરવામાં આવ્યો હતો જેના પરિણામ સ્વરુપે તેના ઉપર મેચ ફીની ૨૫ ટકા રકમનો દંડ કરવામાં આવ્યો છે. વિરાટ કોહલીને લેવલ એક માટે દોષિત ગણવામાં આવ્યો છે. તેને એક ડિમેરિટ પોઇન્ટ પણ મળશે. સેન્ચુરિયન ટેસ્ટના ત્રીજા દિવસે અંતિમ સત્રને રોકી દેવામાં આવ્યા બાદ વિરાટ કોહલી ભારે નારાજ થયો હતો. હકીકતમાં મેચ દરમિયાન પહેલા વરસાદના લીધે ખલેલ ઉભી થઇ હતી પરંતુ જ્યારે વરસાદ પછી બીજી વખત રમત શરૂ થઇ ત્યારે પાંચ ઓવર બાદ ફરી રમત રોકવામાં આવી હતી જેના કારણે વિરાટ કોહલી નારાજગી વ્યક્ત કરીને મેદાનથી બહાર નિકળ્યો હતો. તે સીધીરીતે મેચ રેફરી ક્રિસ બ્રોડના રુમમાં પહોંચી ગયો હતો. વિરાટે મેચ રેફરીની સામે રમત રોકવાને લઇને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આઈસીસીની વેબસાઇટ ઉપર જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, વિરાટે આ ગાળા દરમિયાન નારાજગીમાં બોલ જોરથી મેદાનમાં ફેંક્યો હતો. બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ૧૫૩ રનની ઇનિંગ્સ રમનાર વિરાટ ઉપર આચારસંહિતા ભંગનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. રમત પૂર્ણ થયા બાદ કોહલીએ પોતાની ભુલ સ્વીકારી લીધી હતી. ભુલ સ્વીકારી લીધા બાદ મામલાની ઔપચારિક સુનાવણીની કોઇ જરૂરિયાત દેખાઈ ન હતી અને તેને મેચ ફીનો ૨૫ ટકા દંડ લાગૂ કરીને છોડી દેવાયો હતો.

Related posts

રવિ શાસ્ત્રીને કોચ તરીકે ૭ કરોડ રૂપિયા વાર્ષિક મળશે

aapnugujarat

શમીને રાહત : ફિક્સિંગના આરોપોથી અંતે મુક્ત થયો

aapnugujarat

Sairaj Bahutule to be new coach of Gujarat team

aapnugujarat

Leave a Comment

UA-96247877-1