Aapnu Gujarat
રમતગમત

શમીને રાહત : ફિક્સિંગના આરોપોથી અંતે મુક્ત થયો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પારિવારિક સમસ્યાનો સામનો કરી રહેલા મોહમ્મદ શમીને મોટી રાહત આપી દીધી છે. શમીને મેચ ફિક્સિંગના ઓરાપમાંથી મુક્તિ આપીને કોન્ટ્રાક્ટમાં પણ સામેલ કરી લેવામાં આવ્યો છે. આનો મતલબ એ થયો કે, શમી હવે આઇપીએલમાં રમી શકશે. બીસીસીઆઈએ આજે નિવેદન જારી કરીને કહ્યું હતું કે, શમીની સામે ફિક્સિંગના મામલામાં તપાસ કરવામાં આવી હતી, તેની સામે કોઇપણ પ્રકારના આરોપ સાબિત થયા નથી. તેને ગ્રેડ બીમાં રાખવાનો નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે, હસીન જહાંએ ઇંગ્લેન્ડમાં રહેનાર મોહમ્મદભાઈના નામનો ઉલ્લેખ કરીને શમી પર મેચ ફિક્સિંગના આક્ષેપો મુક્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા તપાસકારોની ટીમે દિલ્હીના પૂર્વ પોલીસ કમિશનર અને બીસીસીઆઈની ભ્રષ્ટાચાર વિરોધી એકમના અધ્યક્ષ નિરજ કુમાર પાસેથી સમી પર મુકવામાં આવેલા આક્ષેપોમાં તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. હવે આ મામલામાં નિરજે રિપોર્ટ રજૂ કરી દીધો છે. તપાસમાં સમીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ તરત જ નોંધ લઇને મોહમ્મદ શમીને વાર્ષિક કોન્ટ્રાક્ટમાં સામેલ કરવાનો નિર્ણય કરી લીધો છે, તે હવે ગ્રેડ બીમાં રહેશે.

Related posts

दूसरे वनडे से बाहर हुए पंत

aapnugujarat

લક્ષ્મણના કારણે બચી મારી કરિયર, ગાંગુલીએ કર્યો ખુલાસો

aapnugujarat

हर टेस्ट सीरीज में एक डे-नाइट मैच जरूर खेले भारत : गांगुली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1