Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં કડાકો : સેંસેક્સ ૨૪૦ પોઇન્ટ ઘટીને બંધ

શેરબજારમાં આજે તેજી પર બ્રેક મુકાઈ હતી. સેંસેક્સ ૨૪૦ પોઇન્ટ ઘટીને ૩૫૯૭૪ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૪૫ પોઇન્ટ ઘટીને ૧૦૮૩૫ની નીચી સપાટીએ રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન જુદા જુદા પાસાઓની અસર જોવા મળી હતી. પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પોના સફાયાના અહેવાલ બાદ ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન સ્થિતિમાં સુધારો થયો હતો. નીચી સપાટી પર લેવાલી અંતિમ કલાકોમાં રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૧.૫૫ ટાકનો ઘટાડો રહ્યો હતો. ઓરિયેન્ટ બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં જોરદાર ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસમાં એક ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૨૭ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૧૯૨ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૫ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૫૫૦ રહી હતી. હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશનના શેરમાં આઠ ટકાનો ઘટાડો રહ્યો હતો. તાતા મોટર્સના સેરમાં સતત ૧૦માં દિવસે તેજી રહી હતી. તેના શેરમાં ૪.૦૭ ટકાનો ઉછાળો રહ્યો હતો. એશિયન શેરબજારમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું.
શેરબજારમાં ગઇકાલે સોમવારના દિવસે જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૩૪૧ પોઇન્ટ ઉછળીને ૩૬૨૧૩ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૮૮ પોઇન્ટ ઉછળીને ૧૦૮૮૦ની સપાટીએ રહ્યો હતો. ગુરુવારના દિવસે ભારતના ત્રીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જારી કરવામાં આવનાર છે. ભારતમાં આ નાણાંકીય વર્ષમાં જીડીપી દર ૭.૨ ટકા દર્શાવવામાં આવ્યો છે. અગાઉના ત્રણ વર્ષોમાં જીડીપીનો આંકડો ૮.૨ ટકા અને ૭.૨ ટકા રહ્યો છે. નીતિ આયોગના કહેવા મુજબ વિશ્વમાં જીડીપી ગ્રોથનો આંકડો ૨૦૧૮-૧૯માં ૩.૭ ટકા રહેશે જ્યારે ભારત ૭.૨ ગ્રોથરેટ હાંસલ કરી શકે છે. બ્રાઝિલ, ચીન, ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, રશિયા, દક્ષિણ આફ્રિકા અને તુર્કીના બનેલા સાત ઉભરતા માર્કેટના અર્થતંત્રમાં વિકાસદર ૩.૫ ટકા છે જ્યારે ભારતનો વિકાસ દર ૭.૨ ટકા છે જે દર્શાવે છે કે, ભારત સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર પૈકી છે. ચીન અને અમેરિકા વચ્ચેની મંત્રણા રાહત આપે તેવી દેખાઈ રહી છે. કેટલાક હકારાત્મક સંકેતો મળવા લાગી ગયા છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આશાવાદી વાત કરી છે. સાનુકુળ વેપાર સમજૂતિ ઉપર પહોંચવા આગામી મહિનામાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને ચીની પ્રમુખ જિંગપિંગ બેઠક યોજનાર છે. બીજી બાજુ એફ એન્ડ ઓ એક્સપાયરીને લઇને પણ ચર્ચા જોવા મળી રહી છે. આનાથી સ્થાનિક શેરબજારમાં ઉથલપાથલ થશે. ગુરુવારના દિવસે આ કોન્ટ્રાક્ટની પૂર્ણાહૂતિ થશે. રોકાણકારો માર્ચની સિરિઝમાં મોરચા સંભાળવા જઈ રહ્યા છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં તેજીની શરૂઆત થઇ ચુકી છે.

Related posts

२५ रुपये लीटर तक सस्ता किया जा सकता है पेट्रोल : चिदंबरम

aapnugujarat

રાહુલ-પ્રિયંકા દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કરી સમય બર્બાદ કરી રહ્યાં છે : કેજરીવાલ

aapnugujarat

माइक्रोसॉफ्ट के CEO सत्या नाडेला को ६६% इन्क्रीमेंट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1