Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પોક.માં હુમલા બાદ દેશભરમાં હવે એલર્ટ

પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ભારતીય હવાઈ દળે જોરદાર હુમલા કરીને ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવ્યા બાદ દેશભરમાં પણ સાવચેતીના પગલારુપે હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય સુરક્ષા દળોને સંભવિત કોઇપણ કાર્યવાહીને પહોંચી વળવા એલર્ટ રાખવામાં આવ્યા છે. સરહદ પર રહેતા સ્થાનિક લોકોને પણ સાવચેતી કરવામાં આવ્યા છે. બીજી બાજુ દેશના જુદા જુદા રાજ્યોમાં પણ સાવચેતીના તમામ પગલા લઇને સુરક્ષા મજબૂત કરી દેવામાં આવી છે. ગુજરાત, પંજાબ સહિતના રાજ્યોમાં તમામ પગલા લેવાયા છે. પાકિસ્તાનના બાલાકોટ અને પાક કબજા હેઠળના કાશ્મીરના મુઝફફરાબાદ અને ચિકોટીમાં હુમલા બાદ પંજાબના સરહદી જિલ્લાઓમાં એલર્ટની જાહેરાત કરાઈ છે. પંજાબ પોલીસના અધિકારીઓને કેન્દ્રીય સુરક્ષા દળો, ભારતીય સેના અને એરફોર્સના સ્થળો ઉપર સુરક્ષા વધારી દેવાઈ છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે આજે સવારે જ બેઠક યોજી હતી. પંજાબ ઉપરાંત ગુજરાતમાં પણ આવી જ બેઠકો યોજવામાં આવ્યા બાદ સુરક્ષા વધારી દેવાઈ હતી. ભારતીય હવાઈ દળની આ કાર્યવાહી અભૂતપૂર્વ રહી છે. ગુજરાતમાં પણ તમામ જગ્યાઓએ સુરક્ષા મજબૂત કરાઈ છે. દેશના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા મજબુત કરી દેવામાં આવી છે. તમામ જગ્યાએ સુરક્ષા મજબુત કરી દેવામાં આવી છે. ઉરી બાદ ભૂમિ સેનાએ પોકમાં કાર્યવાહી કરી હતી. જ્યારે આ વખતે પુલવામા બાદ હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. બેઠકોનો દોર શરૂ થયો હતો. હવાઇ હુમલા બાદ ઉચ્ચ સ્તરીય બેઠકમાં તમામ ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં જુદા જુદા વિષય ઉપર ચર્ચા થઇ હતી.બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ, આઈબી પ્રમુખ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ભાવિ યોજનાની રુપરેખા પણ તૈયાર કરવામાં આવી હતી. દેશભરમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. તમામ શકમંદ વાહનો ઉપર નજર રાખવામાં આવી રહી છે. મોટા બજારો, ધાર્મિક સ્થળો ઉપર સુરક્ષા વધારવામાં આવી છે. હાઈએલર્ટ વચ્ચે આર્મીના વડા બિપીન રાવત, હવાઈ દળના વડા બીએસ ધનોવા સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે . દેશના અનેક એરપોર્ટને પણ હાઈએલર્ટ પર મુકાયા છે.

Related posts

કેન્દ્રીય કર્મચારીઓને હવે ડીએ ઉપરાંત મળશે વધુ મેડિક્લેમ

editor

ભાષણ કરવું અને તેનો અમલ કરવામાં ઘણો ફરક છે : બોક્સર વિજેન્દ્ર સિંહ

aapnugujarat

પેટ્રોલ-ડીઝલ અને એલપીજીનાં ભાવમાં થશે ઘટાડો

editor

Leave a Comment

UA-96247877-1