Aapnu Gujarat
ગુજરાત

સૌરાષ્ટ્રનું દ્વાર ગણાતા છોટા કાશી લીબંડી પ્રાથમિક સુવિધાઓથી વંચિત

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

હાલ કોરોનાની મહામારીના બે તબક્કામાંથી લોકો પસાર થઈ રહ્યા છે ત્યારે ત્રીજા તબક્કાની લહેરની શક્યતાઓ વચ્ચે લીબંડી સિવિલ હોસ્પિટલની કથળતી સ્થિતિ સામે આવી રહી છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહેવા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકોના આરોગ્ય અંગેની એમ્બ્યુલસની પૂરતાં પ્રમાણમાં વ્યવસ્થા ન હોવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે કોરોના કાળમાં પહેલેથી જ ઓક્સિજન અને રેમડસીવર ઇન્જેક્શન ની ભારે ખેંચનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આજે લીબંડી સિવિલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલસ ના અભાવથી “સબ સલામત હે” ના દાવા પોકળ સાબિત થયા હોય તેઓ જણાઈ રહ્યું છે
લીંબડી એટલે નેશનલ હાઇવે 8 પરનું શહેર છે ત્યારે અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આજે લીંબડી હોસ્પિટલ ની બેદરકારી સામે આવી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો કેમ કે કોરોના કાળ દરમિયાન વગર વિમાની લીંબડી હોસ્પિટલની એમ્બ્યુલન્સે પલ્ટી મારી હતી પણ સદનસીબે કોઇ જાન હાની થવા પામી ન હતી ત્યારે આજે વળી વધુ એક બેદરકારી સામે આવી હતી જેમાં લીંબડી સિવિલ હોસ્પિટલની ઈકકો કાર જે એમ્બ્યુલન્સના સ્વરૂપમાં છે તેનો વિમો 22/8/21 ના રોજ પુરો થઈ જવા પામ્યો છે અને આ બાબતે બેન્કમા વિમાનો ચેક જે આપવામાં આવ્યો હતો તે બાઉન્સ થયો છે જે વિગત લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ વહિવટી ઓફિસ માંથી જાણવા મળી હતી તો સવાલ હવે એ થાય છે કે શું વહિવટી કચેરી વીમો પુરો થયો ત્યાં સુધી શું કરતી હતી ત્યારે એમ્બ્યુલન્સ નહીં હોવાને કારણે ગરીબ દર્દીઓ સારવાર અર્થે સુરેન્દ્રનગર, રાજકોટ કે અમદાવાદ જવું હોય કે ઈમરજન્સી કેસ હોય તો બહારથી પ્રાઈવેટ એમ્બ્યુલન્સ મંગાવી પડે છે ત્યારે કહી શકાય કે લીંબડી હોસ્પિટલની ધોર બેદરકારી છે કે મીલીભગત આવા સવાલ ઉભા થતા જોવા મળે છે‌.

Related posts

મોદીએ કરેલા કંડલા પોર્ટના નામકરણ બાદ સમગ્ર કચ્છમાં વિરોધનો સૂર ઉઠ્યો

aapnugujarat

રાજપીપળા શહેરમાં ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તકલીફો છતાં કોઈ સાંભળનાર નથી !

aapnugujarat

SC ने मंजूर की कांग्रेस की दो राज्यसभा सीटों की याचिका,बीजेपी को लगा बड़ा झटका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1