Aapnu Gujarat
ગુજરાત

રાજપીપળા શહેરમાં ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તકલીફો છતાં કોઈ સાંભળનાર નથી !

સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલી રહી હોય કાચા મકાનો કે જમીન માલિકો માટે તે આશીર્વાદરૂપ છે પરંતુ હાલ આ યોજનામાં પડતી ઓનલાઇનની તકલીફ ગરીબ લાભાર્થીઓને મુસીબતમાં મૂકી રહી હોવાની બુમ ઉઠી છે. રાજપીપળા નગર પાલિકા હસ્તક છેલ્લાં ૨ વર્ષ થી ચાલી રહેલી પ્રધાન મંત્રી આવાસ યોજનાની ૨૦૧૭માં શરૂઆત સારી થઈ પરંતુ બાદમાં સરકાર દ્વારા છાસવારે ઓનલાઇન ફોટો એપ અપડેટ કરાતા અનેક તકલીફો પડી રહી હોય લાભાર્થીઓના ઓનલાઇન ફોટા ન પડતા મહિનાઓ સુધી હપ્તા જમા ન થતા અધૂરા મકાનો હોવાથી લોકો ‘નહીં ઘરના નહીં ઘાટ’ના જેવો હાલ થયો હોય ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે આ બાબતે ઓનલાઇન તકલીફ હોય લાભાર્થીઓનો પાલિકા કે એજન્સીના કર્મચારીઓ પર રોષ ઠાલવી રહેલા જોવા મળે છે. આ તકલીફ માટે રજુઆત કરવા છતાં કોઈ જ સુધારો થતો નથી, લગભગ ૪ મહિનાથી ઓનલાઇન ફોટાની સમસ્યા ત્યાંની ત્યાં જ છે. આમ તો જાણવા મળ્યા મુજબ સરકાર અને સુરત કમિશનર આ માટે ઝડપી કામગીરી કરવા સૂચના આપે છે પરંતુ ટેક્નિકલ કારણોસર આ યોજના હાલ ગોકળ ગાયની ગતિ એ ચાલી રહી હોય એ માટે ઉકેલ લાવવા સુરત કમિશ્નર ઘટતું કરે એ જરૂરી છે.
(અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)

Related posts

સગીરાની આત્મહત્યાના કેસમાં ત્રણ બાળ કિશોર નિર્દોષ જાહેર

aapnugujarat

गोता की एक बिल्डिंग में लगी आग, एक युवक की मौत

aapnugujarat

इस वर्ष ३१ लाख टन मूंगफली के उत्पादन का अनुमान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1