Aapnu Gujarat
ગુજરાત

સગીરાની આત્મહત્યાના કેસમાં ત્રણ બાળ કિશોર નિર્દોષ જાહેર

અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે જાન્યુઆરી-૨૦૧૮માં સગીર છોકરીના તેના સગીર બોયફ્રેન્ડ સાથેના ફોટા પાડી સોશ્યલ મીડિયામાં ફોટો અપલોડ કરવાની ધમકી આપવાના પ્રકરણમાં સગીર છોકરીએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ચકચારભર્યા આ કેસમાં અમદાવાદના જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના પ્રિન્સીપાલ મેજિસ્ટ્રેટ આર.બી.સોલંકીએ ત્રણેય બાળકિશોરોને પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવીને છોડી મૂકવા હુકમ કર્યો હતો. જુવેનાઇલ કોર્ટ દ્વારા એકસાથે ત્રણ બાળકિશોર આરોપીઓને નિર્દોષ છોડી મૂકાયો હોય તેવો આ સંભવતઃ સૌપ્રથમ કેસ મનાઇ રહ્યો છે. જુવેનાઇલ કોર્ટે નોંધ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં ફરિયાદપક્ષે ફરિયાદી સહિત સોગંદ પર તપાસાયેલ તમામ સાહેદો લેશમાત્ર પુરાવો કેસ પુરવાર કરવાના સમર્થનમાં રજૂ કરી શકયા નથી. બીજીબાજુ, આ કેસમાં પક્ષકારો વચ્ચે ઘરમેળે સમાધાન થઇ ગયેલ હોઇ ફરિયાદપક્ષ જુવેનાઇલ વિરૂધ્ધ મજબૂત પુરાવો રજૂ ના કરે તે પણ સ્વાભાવિક છે. બાળકિશોરો વિરૂધ્ધ માંડવામાં આવેલી તપાસ શંકારહિત પુરવાર કરવામાં ફરિયાદપક્ષ નિષ્ફળ ગયેલ હોઇ જુવેનાઇલ જસ્ટિસ એકટની કલમ-૧૭ મુજબ જુવેનાઇલો (બાળકિશોરો)ને મુકત કરવાનો હુકમ કરવામાં આવે છે. જુવેનાઇલ પાસેથી જપ્ત કરાયેલ મુદ્દામાલ તેઓને પરત કરવા પણ જુવેનાઇલ કોર્ટે તાકીદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચકચારભર્યા એવા આ કેસનો ટ્રાયલ બે મહિનામાં ચલાવી પૂર્ણ કરવા ખુદ ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો, જેને પગલે જુવેનાઇલ કોર્ટે ખૂબ ઝડપથી સમગ્ર કેસનો ટ્રાયલ ચલાવી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો અને હાઇકોર્ટે આપેલી સમયમર્યાદાના હુકમનું ચુસ્તરીતે પાલન પણ કર્યું હતું. આ કેસનાધ્રુવ, વૃતિક અને રિતિક બાળકિશોર આરોપીઓ તરફથી સિનિયર કાઉન્સેલ આર.જે.ગોસ્વામી તથા અન્યોએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ગત તા.૧૭-૧-૨૦૧૮ના રોજ બાવળા જીઇપી પાસે વૃતિક અને સગીર છોકરી ફરવા ગયા ત્યારે તેમની સાથે ગયેલા અન્ય બાળકિશોરોએ તેઓના ફોટા પાડી, બાદમાં સગીર છોકરીને આ ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી અને તેનાથી લાગી આવતાં સગીર છોકરીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હોવાનો ફરિયાદપક્ષનો કેસ છે પરંતુ પ્રસ્તુત કેસમાં ફરિયાદપક્ષના આક્ષેપો મુજબની કોઇ ધમકી કે બ્લેકમેઇલીંગ કરાયું જ નથી. ફરિયાદપક્ષના આક્ષેપો બેબુનિયાદ, પાયાવિહોણા અને પુરાવા વિનાના છે. આ સંજોગોમાં ત્રણેય બાળકિશોરોને કેસમાં ખોટી રીતે સંડોવી દેવાયા છે. બાળકિશોરો સગીર અને અભ્યાસ કરતાં હોઇ જો ખોટા કેસમાં સજા પામે તો આગળની કારકિર્દી અને જીવનમાં તેમને ભરપાઇ ના થઇ શકે તે પ્રકારનું નુકસાન થાય તેમ છે. આ સંજોગોમાં જુવેનાઇલ કોર્ટે કેસના તમામ સંજોગોને ધ્યાનમાં લઇને ત્રણેય બાળકિશોરોને નિર્દોષ ઠરાવી મુકત કરવા જોઇએ. કેસની સુનાવણી દરમ્યાન પક્ષકારો વચ્ચે ઘરમેળે સમાધાન થઇ ગયુ હોવાની હકીકત પણ જુવેનાઇલ કોર્ટના ધ્યાન પર મૂકવામાં આવી હતી. આમ કેસની તમામ હકીકતો, સંજોગો અને રેકર્ડ પર પુરાવા નહી આપવા સહિતના સઘળા પાસાઓ ધ્યાનમાં લીધા બાદ ત્રણેય બાળકિશોરોને આ કેસમાંથી નિર્દોષ ઠરાવી તેઓને છોડી મૂકવા હુકમ કર્યો હતો. અમદાવાદ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા એકસાથે ત્રણેય બાળકિશોરોને મુકત કરાયા હોય તેવો સંભવતઃ આ પ્રથમ કેસ મનાઇ રહ્યો છે.

Related posts

ભલે ઓટલો ના મળે, રોટલો જરૂર મળશે ભાઇ…!!દિયોદર નું માનવતા ગ્રુપ ની સુવાસ..

editor

અંકલેશ્વર અને હાંસોટ તાલુકા પંચાયત કચેરીનું ખાતમુહુર્ત તથા નેત્રંગ તાલુકા પંચાયતનું કચેરીનું લોકાર્પણ મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે થયું.

aapnugujarat

ઉચ્ચ અભ્યાસ માટે ૫ લાખની મદદ સરકાર આપશે : રૂપાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1