Aapnu Gujarat
ગુજરાત

અંકલેશ્વર અને હાંસોટ તાલુકા પંચાયત કચેરીનું ખાતમુહુર્ત તથા નેત્રંગ તાલુકા પંચાયતનું કચેરીનું લોકાર્પણ મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે થયું.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ તાલુકા પંચાયત કચેરીનું ખાતમુહુર્ત અને નેત્રંગ તાલુકા પંચાયતની નવનિર્મિત કચેરીનું લોકાર્પણ સહકાર વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના વરદહસ્તે આજ રોજ  તાલુકા પંચાયત કચેરી – અંકલેશ્વર અને હાંસોટ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભરતભાઇ પટેલ, હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હર્ષદભાઇ પટેલ,  જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપા અગ્રે, પ્રાંત અધિકારીશ્રી રમેશભાઇ ભગોરા, નગરપાલિકા પ્રમુખશ્રી મીનાબેન પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ગામીત, તાલુકા વિકાસ અધિકારીશ્રી વનિતાબેન  ઉપસ્થિત રહયા હતા.

અંદાજીત  રૂ.૪૮૦ લાખના ખર્ચે તૈયાર થનાર અંકલેશ્વર – હાંસોટ તાલુકા પંચાયતનું ખાતમુહુર્ત અને રૂ.૨૪૦ લાખના ખર્ચે તૈયાર થયેલ નેત્રંગ તાલુકા પંચાયતનું લોકર્પણ તકતીનું અનાવરણ કરીને  કર્યા બાદ સમારંભના અધ્યક્ષસ્થાનેથી સહકાર રાજય મંત્રીશ્રી   ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, વિકાસના ફળો જનજન સુધી પહોîચાડવા માટે રાજય સરકાર કટીબધ્ધ હોવાનું જણાવી  સમગ્ર દુનિયામાં કોઇ ગુજરાતને ઓળખતું થયું હોય તો તેના મુખ્ય પ્રણેતા રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી છે. મંત્રીશ્રી વધુમાં એમ પણ ઉમેયુ* હતું કે ગામડાઓને સુવિધાયુક્ત જીવન આપવાના ભાગરૂપે  અનેકવિધ યોજના અમલી બનાવેલ છે જેની વિસ્તૃત સમજણ આપી હતી. મંત્રીશ્રીએ સામાન્ય નાગરિકથી લઇ સહુ કોઇનો  સંતુલિત વિકાસ થાય તેવા દુરગામી આયોજન સાથે રાજ્ય સરકાર કાર્ય કરી રહી હોવાનું જણાવી રાજય સરકાર ધ્વારા અમલીત વિવિધ યોજનાઓ જાણકારી આપી હતી. તેમણે રાજયના યુવા વિધાર્થીઓને ટેબલેટ પુરા પાડવાની યોજનાની પણ વિગતે જાણકારી આપી નવા બંધાનાર તાલુકા પંચાયતનું નિર્માણ થવાથી તાલુકાની સેવામાં વધારો થશે  તેમ તેમણે જણાવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખશ્રી હર્ષદભાઇ પટેલ અંકલેશ્વર – હાંસોટ તાલુકામાં થયેલા વિકાસકાર્યોની ઝાંખી કરાવી હતી.

Related posts

દાઉદી વ્હોરાના સૈયદનાના ઉત્તરાધિકાર કેસની સુનાવણી

aapnugujarat

સગર્ભા મહિલાઓને ૧૫૦૦૦ની સહાય જાહેર કરાઈ

aapnugujarat

રાજ્યમાં ૨૦૨૦માં હિટ એન્ડ રનમાં ૧૧૦૪ લોકોનાં મોત

editor

Leave a Comment

UA-96247877-1