Aapnu Gujarat
ગુજરાત

સગર્ભા મહિલાઓને ૧૫૦૦૦ની સહાય જાહેર કરાઈ

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સગર્ભા મહિલાઓની મોતનો આંકડો વધી રહ્યો છે. યોગ્ય સમયે સારવારના અભાવે તો ક્યારેક આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે પ્રોપર સારવાર ન મળવાને કારણે સગર્ભા મહિલાઓ સામે મોતનું જોખમ તોળાઈ રહ્યું છે. આ સ્થિતિમાં સુધારો લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા લાવામાં આવ્યો મહત્ત્વનો નિર્ણય.
રાજ્યમાં દર વર્ષે ૧ લાખ ડિલિવરીએ ૫૭ માતાઓના મૃત્યુની ઘટના બને છે. જેમાંથી મોટાભાગના કિસ્સાઓમાં હાઇરિસ્ક માતાઓના ડિલિવરી દરમિયાન મૃત્યુની ઘટના હોય છે. ગુજરાતમાં દર વર્ષે ૭૦૦ જેટલી સગર્ભાઓના ડિલિવરી દરમિયાન થતા મૃત્યુના કિસ્સાઓ અટકાવવા સરકારે આ પ્રયાસ કર્યો છે. હાઇરિસ્ક સગર્ભા મહિલાઓને એવી હોસ્પિટલમાં દાખલ કરાશે કે જ્યાં કાર્ડિયાક સેન્ટર હોય, કિડની સેન્ટર હોય, બ્લડ બેન્ક હોય, સ્પેશિયલ ન્યૂ બોર્ન બેબી કેર સેન્ટર હોય તેવી સ્પેશિયાલિટી ધરાવતી હોસ્પિટલમાં દાખલ કરવા આયોજન કરાયું છે. ગુજરાતમાં દર વર્ષે ૭૦૦ જેટલી સગર્ભા માતાઓના ડિલિવરી દરમિયાન મૃત્યુની ઘટના બને છે ત્યારે આ પ્રકારની ઘટના અટકાવવા પ્રયત્નશીલ રાજ્ય સરકાર દ્વારા આગામી ૧લી એપ્રિલથી નવતર યોજના અમલમાં મુકવામાં આવી રહી છે. હાઇરિસ્ક સગર્ભા માતાને ડિલિવરીના સાત દિવસ પહેલાં અને ડિલિવરીના સાત દિવસ બાદ તમામ પ્રકારની સ્પેશિયાલિટી ધરાવતી હોસ્પિટલમાં દાખલ કરાશે અને આ સમય દરમિયાન સગર્ભા માતાને પોષણક્ષમ ખોરાક, સારી સારવાર તથા રૂ.૧૫ હજારની સહાય પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આ પ્રકારનો નવતર પ્રયોગ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. સરકાર દ્વારા હોસ્પિટલમાં દાખલ થનાર સગર્ભા મહિલાના બેન્ક ખાતામાં ડિલિવરી પહેલાં રૂ.૮ હજાર જમા કરાવવામાં આવશે અને ડિલિવરી બાદ રૂ.૭ હજાર તેમના બેન્ક ખાતામાં જમા કરાશે.આ સહાય આપવા પાછળ સરકારનો હેતુ મહિલાને થતી મજૂરીના નુકસાનની ચિંતામાંથી મુક્તિ અપાવવાનો છે.
યોજનાના અમલીકરણથી ડેથ રેશિયો ૩૦થી ૩૫ ટકા ઘટવાની આશા સરકાર દ્વારા સેવાઈ રહી છે. સગર્ભાના જીવ બચાવવા સારવાર સાથે સહાય આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય રાજ્યમાં દર વર્ષે થાય છે એવરેજ ૭૦૦ સગર્ભાનાં મોત : મૃત્યુની ઘટના અટકાવવા ૧લી એપ્રિલથી સરકારની નવી યોજના અમલી કરવા જોઈ રહી છે. આ યોજના અંતર્ગત જોખમી સગર્ભાઓને ૧૫ દિવસ દાખલ રાખી અપાશે રૂ.૧૫ હજાર સહાય અપાશે
ગુજરાત સરકારે ૧લી એપ્રિલથી હાઇરિસ્ક માતાઓ જેવી કે જેમના વજન ઓછા હોય, ઉંમર વધુ હોય, ૬થી ૭ ડિલિવરી થઇ ચૂકી હોય, ૨થી ૩ સિઝેરિયન થયા હોય, એનિમિક હોય તેની ઓળખ કરી તેમને ડિલિવરીના સાત દિવસ પહેલાં જ સ્પેશિયાલિટી સારવાર કરતી હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવશે અને ડિલિવરીના સાત દિવસ બાદ સુધી હોસ્પિટલમાં રખાશે. સામાન્ય રીતે હાઇરિસ્ક સગર્ભા માતાઓના મૃત્યુ ડિલિવરી પછીના સાત દિવસમાં થતા હોય તેમને ડિલિવરી બાદ વધુમાં વધુ પોષણક્ષમ ખોરાક મળે, સારામાં સારી સારવાર અને દવાઓ મળે અને તે જલ્દીથી સ્વસ્થ બને તેવો સરકારનો હેતુ છે.
આ યોજનાના અમલીકરણથી ગુજરાતમાં સગર્ભા માતાના મૃત્યુદરમાં ૩૦થી ૩૫ ટકાનો ઘટાડો થશે એટલે કે ૨૦૦થી ૨૫૦ જેટલી સગર્ભા માતાને બચાવી લેવાશે તેવો સરકારનો અંદાજ છે.

Related posts

રાજપીપલા માહિતી કચેરી ખાતેથી રોજગાર સમાચારનો કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૭ વેચાણથી ઉપલબ્ધ

aapnugujarat

अहमदाबाद में रात को खाने-पीने के बाजारों में गंदगी करते फेरिया के पास से जुर्माने की रकम वसूलने की कवायद

aapnugujarat

ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર અને કચ્છમાં થયેલ કમોસમી વર્ષા

aapnugujarat
UA-96247877-1