Aapnu Gujarat
ગુજરાત

આણંદ જિલ્લાના અડાસ ગામ પાસે એક્સપ્રેસ વે પર ડમ્પર-કાર વચ્ચે અકસ્માત : છનાં મોત

આણંદ જિલ્લામાં અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર આડસ ગામ પાસે એક ડમ્પર અને કાર વચ્ચે સર્જાયેલા જોરદાર ગમખ્વાર અકસ્માત સર્જાતાં છ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયા હતા. ડમ્પર અને કાર વચ્ચેના અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો હતો અને ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં હાઇવે પોલીસ પણ દોડી આવી હતી અને સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, ડમ્પર અને કાર વચ્ચેના અકસ્માતમાં એકસાથે છ લોકોના મોતના સમાચાર જાણી સૌકોઇમાં અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી, બીજીબાજુ, સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આણંદ જિલ્લાના વિસ્તારમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અડાસ ગામ નજીક આજે એક ડમ્પરચાલક આણંદથી રોંગ સાઇડમાં હાઇવે પર આવી રહ્યો હતો ત્યારે સામેથી પૂરપાટઝડપે આવી રહેલી કાર સાથે તેનો જબરદસ્ત અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની જોરદાર ટક્કરને પગલે કારનો ખતરનાક રીતે ભુક્કો બોલી ગયો હતો. ડમ્પર અને કાર વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે છ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે, કારને અને ડમ્પરના હટાવવા માટે ક્રેઇન બોલાવવાની ફરજ પડી હતી. અકસ્માતને પગલે એક્સપ્રેસ હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો અને ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો હતો. બનાવની જાણ થતાં જ હાઇવે પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર બનાવ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. તો બીજીબાજુ, આ અકસ્માત અંગે જરૂરી ગુનો નોંધી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. જો કે,ડમ્પર અને કાર વચ્ચેના અકસ્માતમાં એકસાથે છ લોકોના મોતના સમાચારને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, સાથે સાથે શોક અને અરેરાટીની લાગણી પણ ફેલાઇ ગઇ હતી.

Related posts

સ્થાનિક ચૂંટણીઓમાં હારને લઈ મંથન કરવા પ્રભારી રાજીવ સાતવ ગુજરાત આવ્યા

editor

દેવપુરા ગામે કિસાન મુદ્દે ખેડુત અધિકાર સંમેલન તાલુકા કોંગ્રેસ દ્વારા યોજાયું

editor

ધ્રાંગધ્રા પંથકના બે યુવાનો રણમાં ફસાયા

editor

Leave a Comment

UA-96247877-1