Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રા પંથકના બે યુવાનો રણમાં ફસાયા

સન્ની વાઘેલા, સુરેન્દ્રનગર

કચ્છના નાના રણનો વિસ્તાર ત્રણ જીલ્લા અને લગભગ છ જેટલા તાલુકાના સીમાડે આવેલો છે, ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા પંથકના રણ કાંઠા વિસ્તારમા પણ કેટલોક મરણનો વિસ્તાર છે જેમા ચોમાસાના સમયમા વરસાદના લીધે રણ અંદર જવા માટે તમામ રસ્તાઓ બંધ થઇ જાય છે રણની અંદર આવેલ સુપ્રસિધ્ધ એને પૌરાણીક વચ્છરાજદાદાનુ મંદિર આવેલું છે આ મંદિરે અને શ્રધ્ધાળુઓ દશઁના જાય છે પરંતુ ચોમાસાના પ્રથમ વરસાદ બાદ આ મંદિર તરફ જવાનો રસ્તો બંધ થઇ જતો હોય છે તેવામાં ધ્રાંગધ્રા પંથકના કંકાવટી ગામના બે યુવાનો પણ પોતાના મનમા વચ્છરાજદાદાના દશઁના માટે ઘેરથી નિકળતા હતા અને રણમાં અધવચ્ચે પહોચ્યા બાદ રસ્તો બંધ હોવાથી પાછા ફયાઁ હતા પરંતુ આ બંન્ને યુવાનો પાછા ફરતી વખતે રસ્તો ભુલી જતા કલાકો સુધી પાણી અને ભોજન વિના જ રણમાં ભટક્યા હતા જોકે આ બાબતની જાણ રણ કાંઠાના નિમકનગર ગામના અશ્વીનભાઇ કુડેચાને થતા જ તેઓ પોતાના સાથે અન્ય સેવાભાવી યુવાનોને ટ્રેક્ટર મારફતે જુદા-જુદા વાહનો લઇ રણમાં આ બંન્ને યુવાનને શોધવા નીકળી પડ્યા હતા અને તેઓએ રણમાં કલાકો સુધી શોધખોળ હાથ ધયાઁ બાદ અંતે કંકાવટી ગામના બંન્ને યુવાનો મોડી રાત્રે શોધી કાઢ્યા હતા જ્યારે પ્રત્યક્ષદશીઁનુ કહેવુ છે કે આ બંન્ને યુવાનો કઇ પણ બોલવા અને ચાલવાની પણ શક્તિ ધરાવતા ન હતા ધોમધખતો તાપમાં કલાકો સુધી રણમાં રઝડ્યા બાદ યુવાનો પોતાની તમામ શારીરીક ઉજાઁ કોઇ બેઠા હતા પરંતુ સેવાભાવી અશ્વીનભાઇ કુડેચા મળ્યા બાદ ખોવાયેલા બંન્ને યુવાનોને પાણી પીવડાવી તેઓને સુરક્ષીત ગ્રામ્ય વિસ્તાર તરફ લઇ આવી તેઓના બાઇક પણ તેઓને પરત સોપ્યુ હતુ. જ્યારે કોઇ જાતની ઓળખાણ વગર રણકાઠા વસતા અગરિયાઓ માત્ર મીઠુ પકવી પોતાનુ જીવન નિવાઁહ ચલાવવામાં માહિર નથી. સાથે જ અનેક સેવાકીય પ્રવૃતિ કરી લોકોને જીવન દાન આપેલ હોવાના રાખવા પણ હયાત છે ત્યારે ઉલ્લેખનીય છે કે આ બંન્ને યુવાનો પોતાની જીવન જીવવાની ઉમ્મીદ ખોઇ બેઠા પછી નવુ જીવન મળતા તમામનો આભાર વ્યક્ત કયોઁ હતો.

Related posts

વિરમગામ તાલુકાની આશા બહેનોએ ફટાકડા ફોડીને વેતન વધારાને વધાવ્યો

aapnugujarat

રાજ્ય વકફ બોર્ડની કચેરીનું લોકાર્પણ કરાયું

aapnugujarat

અયોગ્ય વ્યવસ્થાથી ગુજરાત દેવાળીયું બનવા દિશામાં છે : પરેશ ધાનાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1