Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ તાલુકાની આશા બહેનોએ ફટાકડા ફોડીને વેતન વધારાને વધાવ્યો

ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, અમદાવાદ જીલ્લા વહીવટી તંત્ર તથા તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત પ્રાથમિક તબક્કામાં અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ૬૦ કે તેથી વધુ વય ધરાવતા બીપીએલ યાદીમાં સમાવિષ્ટ તથા બીપીએલ રેશન કાર્ડ ધરાવતા વૃધ્ધ લાભાર્થીઓને તથા ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના હેઠળ વય વંદના યોજના હેઠળ પેન્શન મેળવતા વૃધ્ધ લાભાર્થીઓને બહેરાશ, અંધાપો કે અન્ય ઉંમરના કારણે થતી તકલીફોમાં મદદરૂપ થવા માટે તેઓને જરૂરી સાધન સહાય આપવા માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે બે દિવસ એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, જીલ્લા ક્વોલીટી મેડિકલ ઓફિસર ડો.સ્વામી કાપડીયા, ડો.આર જી વાઘેલા, ડો.સુકેતુ બ્રહ્મભટ્ટ, કે.એમ. મકવાણા, નીલકંઠ વાસુકીયા, ગૌરીબેન મકવાણા, જયેશ પાવરા, મહેન્દ્રસિંહ સોલંકી સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યું હતું કે, વયોશ્રી યોજના અંતર્ગત આયોજીત કેમ્પમાં નામ નોંધાવી ડોક્ટર પાસે એસેસમેન્ટ કરાવ્યા પછી વૃધ્ધ વ્યક્તિને તેઓની શારીરીક જરૂરીયાત મુજબના મળવાપાત્ર સાધનો પૈકીના વોકર, ચાલવા માટેની લાકડી, વ્હીલચેર, હાથ ઘોડી, દાંતનું ચોકઠુ, ચશ્માના નંબર, સાંભળવાનું મશીન જેવા સાધનો માટે નામ નોંધવામાં આવ્યાં હતાં. સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે આયોજીત કેમ્પમાં ૪૫૦થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાંથી સાધન સહાયની જરૂરીયાતવાળા ૨૩૦થી વધુ લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ છે.
રિપોર્ટર :- અમિત હળવદીયા (વિરમગામ)

Related posts

અમદાવાદીઓ તૈયાર હોય કે ન હોય ભાજપે કર્ણાવતી કરી નાખ્યું

aapnugujarat

ગૌહત્યા મામલે કોંગ્રેસ-ભાજપ વચ્ચે મારામારી, કોંગ્રેસ પ્રમુખનો શર્ટ ફાટ્યો

aapnugujarat

કુંવરજી બાવળીયા અખિલ ભારતીય કોળી સમાજમાંથી સસ્પેન્ડ કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1