Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદીઓ તૈયાર હોય કે ન હોય ભાજપે કર્ણાવતી કરી નાખ્યું

અમદાવાદનું નામ કર્ણાવતી કરવા સામે આમ અમદાવાદીમાં ગુસ્સો છે પણ ભાજપ સરકાર કર્ણાવતી નામ કરવા મક્કમ છે. સામાન્ય લોકોના વિરોધ વચ્ચે પણ નીતિનભાઈની એક પ્રેસ કોન્ફરન્સ યોજાય અને આજથી અમદાવાદનું નામ કર્ણાવતી રહેશે તેવી જાહેરાત થાય તો નવાઈ ન પામતા કારણ કે ભાજપે પ્રેસનોટમાં પણ અમદાવાદનું નામ કર્ણાવતી નગર હોવાનું સ્વીકારી લીધું છે. હાલમાં કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની જ સરકાર હોવાથી આગામી દિવસોમાં કોઈ કાયદાકીય ગૂંચ ન સર્જાય તેવી પણ સંભાવના છે. નામ બદલવા પાછળ ભાજપનો રાજકીય હેતું છૂપાયેલો હોવાથી સરકાર આ દિશામાં આગળ વધી રહી છે. સોશિયલ મીડિયામાં પણ આ બાબતેના વિરોધનો સરકાર નજર અંદાજ કરે તેવી સંભાવના છે. યોગી આદિત્યનાથે ફૈજાબાદનું નામ અયોધ્યા કર્યા બાદ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની ચર્ચાએ જોરશોરથી થઈ રહી છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ કહી ચુક્યા છે કે, આ અંગે ચર્ચા કરવામાં આવશે. તો બીજી તરફ કોંગ્રેસ ભાજપની આ ચાલને ગંદી રાજનીતિ ગણાવી રહી છે. તેવામાં વિશ્વ હિંદુ પરિષદે પણ હવે આ નામ બદલવાના વિવાદમાં ઝંપલાવ્યું છે. વિશ્વ હિંદુ પરિષદે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાના મુદ્દાની તરફદારી કરી છે. આ બાબતે વીએચપી દ્વારા એક પત્ર જાહેર કરીને કર્ણાવતી નામનો વિરોધ કરનારાઓને ચેતવણી પણ આપવામાં આવી છે. આ મામલે અમદાવાદીઓ વિરોધ કરી રહ્યાં છે.ફક્ત નામ બદલાવાથી શહેરનો વિકાસ થતો ન હોવાનું આઇએએસ ઓફિસરોનો મત છે. અમદાવાદનું નામ કર્ણાવતી કરવા સામે અમદાવાદમાં જ જબરજસ્ત વિરોધ છે. સોશિયલ મીડિયા પર સરકાર સામે લોકો પોતાનો બળાપો ઠાલવી રહ્યાં છે પણ સરકાર આ અંગે મક્કમ હોય તેવી સંભાવના છે. ભાજપે પોતાની પ્રેસનોટોમાં અમદાવાદને બદલે કર્ણાવતી મહાનગર નામનો ઉલ્લેખ શરૂ કર્યો છે. ગઈકાલે ભાજપની સત્તાવાર પ્રેસનોટમાં કર્ણાવતી મહાનગરનો સ્પષ્ટ ઉલ્લેખ છે. જે દર્શાવે છે કે, ભાજપ દ્વારા અમદાવાદના નામને બદલાવી પૂરતી તૈયારીઓ કરી દેવાઈ છે. ભાજપે અમદાવાદનું નામ પ્રેસનોટમાં બદલી દીધું છે. કર્ણાવતી નામ ન કરવા માટે એક ઓનલાઈન પીટીશન કરાઈ છે. જેમાં અત્યારસુધીમાં ૧૫ હજાર લોકો પોતાનો વિરોધ નોંધાવી ચૂકયા છે. જોકે, ભાજપ હિન્દુત્વના મામલે આગામી લોકસભાની ચૂંટણી લડવા માગતી હોવાથી રામમંદિરના નિર્માણનો મામલો આરએસએસ અને વીએચપી ઉઠાવી રહી છે. આગામી દિવસોમાં મહારેલી યોજવાની પણ તૈયારીઓ આરંભાઈ છે. આમ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો ભાજપનો પોલિટીકલી એજન્ડા છે. જેને પગલે સામાન્ય પ્રજાનો વિરોધ ન ગણકારાય તેવી પણ સંભાવના છે.અમદાવાદનું નામ બદલાવાની વાતથી સામાન્ય જનતાની નારાજગી સામે આવી છે, તો વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી નામ બદલવાની તરફેણમાં વાત કરી રહ્યું છે. વીએચપી મહામંત્રીએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, કર્ણાવતી નામનો વિરોધ કરનારાઓને યોગ્ય જવાબ આપવામાં આવશે. નામ બદલવાને લઇ સરકારને રજૂઆત કરાશે તથા ઉગ્ર આંદોલન કરવાની પણ હિન્દુ પરિષદે તૈયારી દર્શાવી હતી.નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ગાંધીનગરમાં જણાવ્યું હતું કે સરકાર અમદાવાદનું નામ બદલવા માટે તૈયાર છે, જો તે કાનૂની અવરોધોને પાર કરે અને જરૂરી સમર્થન મેળવે. પટેલે કહ્યું,લોકોમાં હજુ પણ એક લાગણી છે કે અમદાવાદનું નામ કર્ણવતી કરવામાં આવે. જો અમને કાયદાકીય અવરોધો દૂર કરવા માટે આવશ્યક ટેકો મળે, તો અમે મહાનગરનું નામ બદલવા માટે હંમેશા તૈયાર છીએ.

Related posts

માલોદ વિવિધ કાર્યકારી સહકારી મંડળી ફડચામાં લઈ જવાઇ

aapnugujarat

નવરાત્રીમાં વરસાદની શક્યતા નથી

aapnugujarat

ડભોઈના કાંસકી વાગામાં ગટરો ઉભરાતા નર્કાગાર જેવી સ્થિતિ

editor

Leave a Comment

UA-96247877-1