Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇઝરાયલનો હમાસ પર હુમલો

પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની વચ્ચે તણાવે છેલ્લાં કેટલાંક દિવસોથી હિંસક સ્વરૂપ ધારણ કર્યુ છે. હવે આ તણાવ ઓર ભીષણ થવાની આશંકા છે.  પેલેસ્ટાઇન તરફથી કરેલા રોકેટ હુમલાથી સાઉથ ઇઝરાયલમાં એક ઇમારત ધ્વસ્ત થઇ ગઇ હતી. આ હુમલામાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. ૨૦૧૪ની ગાઝા વૉર બાદ ઇઝરાયલ પર આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે.  જવાબમાં ઇઝરાયલની સેના પણ ગાઝામાં પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓને નિશાન બનાવી રહી છે.ઇઝરાયલનો દાવો છે કે, સોમવારે બપોર બાદ તેના ઉપર ગાઝાની તરફ અંદાજિત ૩૭૦ રોકેટથી હુમલો કર્યો, જેમાંથી અંદાજિત ૧૦૦ને ઇન્ટરસેપ્ટ કરીને નિષ્ફળ કરી દેવામાં આવ્યા.હકીકતમાં, ઇઝરાયલ સ્પેશિયલ ફોર્સના ગાઝા પટ્ટીમાં ઘાતક અભિયાન ચલાવ્યા બાદથી ગાઝા તરફથી રોકેટ હુમલા થઇ રહ્યા છે.ઇઝરાયલની સેનાનું કહેવું છે કે, ગાઝા તરફથી પ્રતિ મિનિટ એકથી વધુ રોકેટ હુમલા કરવામાં આવી રહ્યા છે.
સેનાએ રોકેટ હુમલાનો એક વીડિયો પણ જાહેર કર્યો છે.મંગળવારે ગાઝાની તરફથી ફેંકવામાં આવેલું એક રોકેટ દક્ષિણ ઇઝરાયલમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ પર પડ્યું.ઇઝરાયલની મેડિકલ સર્વિસે આ હુમલામાં એક વ્યક્તિના મોતની પુષ્ટિ કરી છે. હુમલામાં એક મહિલા પણ ઘાયલ થઇ છે, જેની હાલત ગંભીર છે.
ગાઝા પટ્ટીમાં મંગળવારે ઇઝરાયલ હવાઇ હુમલામાં હમાસની અલ-અક્સા ટીવીની ઇમારત ધ્વસ્ત થઇ ગઇ.ઇમારતને હવાઇ હુમલામાં ધ્વસ્ત કરતા પહેલાં ઇઝરાયલે ચેતવણીવાળા સંખ્યાબંધ હુમલા કર્યા હતા, ત્યારબાદ ત્યાં કામ કરી રહેલા લોકોને ઇમારતમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓ વચ્ચે હિંસા ભડક્યા બાદ આ હુમલો કરવામાં આવ્યો હતો. હમાસે ગાઝા સિટીમાં ઇમારત ધ્વસ્ત થયાની પુષ્ટિ કરી દીધી છે. વળી, ઇસ્લામિક જેહાદીઓએ ઇઝરાયલ કાર્યવાહીનો જવાબ આપવાનો સંકલ્પ કર્યો છે. આ ઘટનામાં કોઇ જાનહાનિ થવાના તત્કાળ સમાચાર નથી.  એવું માનવામાં આવી રહ્યું છે કે, ચેતાવણીભર્યા હુમલા બાદ જ અહીં કામ કરનારા લોકેને ઇમારતમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

Related posts

उ.कोरिया ने जापान के समुद्र में दागी अज्ञात मिसाइल

aapnugujarat

विदेशों में रहने के मामले में भारतीय दुनिया भर में अव्वल : संयुक्त राष्ट्र

editor

શ્રીલંકામાં વીઝા નિયમોના ભંગ કરવાના આરોપમાં ૭૩ ભારતીયોની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1